________________
જે સ્ત્રીનું લલાટ અને ઉદર (પેટ) નો ભાગ લાંબો હોય તો તે સ્ત્રી પોતાના સસરા-દિયર તથા સ્વામીનો વિનાશ કરનારી હોય છે.
- જે સ્ત્રીના હોઠ લાંબા હોય, જીભ કાળી અને છરી જેવી હોય, આંખ પીળી હોય, અવાજ ઘોઘરો હોય, વળી અતિશય ગોરી હોય કે અતિશય કાળી હોય તો આવા પ્રકારની સ્ત્રીનો જલ્દીથી ત્યાગ કરવો જોઈએ.
જે સ્ત્રીના હસવામાં ગાલે ખાડા પડતા હોય, તે સ્ત્રી પરપુરુષ સાથે આડો વ્યવહાર રાખતી હોય, વળી ધરતી ધ્રુજાવતી ચાલ હોય તો તે કામણ-ટુમણ કરનારી હોય છે.
જે સ્ત્રીની પગની વચલી આંગળી ટૂંકી હોય અને તે આંગળી ચાલતાં જમીન સાથે અડતી ન હોય તો તે નિભાગી જાણવી. તે સ્ત્રી; સ્ત્રીઓની મધ્યે અસતીમાં શિરોમણી જાણવી.
જે સ્ત્રીની પગની અનામિકા આંગળી છેલ્લી કનિષ્ઠા પાસે જતી હોય, વળી ટૂંકી હોય ઉન્નત (ઊંચી) રહેતી હોય તો તે સ્ત્રી પોતાના પતિને હણીને બીજા પુરુષને વરનારી હોય છે.
જે સ્ત્રીના પગની અનામિકા આંગળી અંગૂઠાને અડતી હોય અને વળી તે ટૂંકી અને ઉન્નત હોય તો તે નારી પતિનું કયારેય કહ્યું ન માને.
જે સ્ત્રીની પગની છેલ્લી કનિષ્ઠા આંગળી ઊંચી હોય અને ભૂમિને અડતી ન હોય તો તે સ્ત્રી નિશ્ચયથી પર પુરુષની સાથે રમવાવાળી હોય છે.
વળી જે સ્ત્રી અતિ ઊંચી હોય, અતિ નીચી હોય, અતિ જાડી હોય, અતિ પાતળી હોય, અતિ રોગી હોય, અતિ વક્ર હોય તે સ્ત્રીઓને ત્યજી દેવી જોઈએ.
જે સ્ત્રીની જંઘા કાગડા જેવી હોય અને અવાજ ઘોઘરા જેવો, પીળી આંખ હોય તે સ્ત્રી ઘરમાં દારિદ્રપણું-ગરીબાઈ લાવે છે. અર્થાત્ તે સ્ત્રી ઘરની લક્ષ્મીનો નાશ કરે છે. વળી દસ મહિનામાં પતિને મારનારી હોય છે.
જે સ્ત્રીના અંગો અઘોર-ભયંકર જોવામાં લાગતા હોય, નાક વાંકુ હોય, શરીર ઉપર રોમ એટલે રૂવાંટીઓનું થડ હોય, એકલું રૂવાંટીવાળું જ હોય, વળી ઊભી રાખવામાં સ્થિરતા ન હોય, ત્રાજવાની જેમ હાલ્યા જ કરતી હોય, તો તે સ્ત્રી બધાની વેરિણી થઈને રહે છે.
જે સ્ત્રીનું મુખ પીળાશ પડતું હોય, શરીર ભૂતડી જેવું લાગતું હોય, છપ્પરપગી હોય, મુખ નાનું હોય તો તે સ્ત્રી કદીક રાજાને ત્યાં જાય તો પણ દાસીપણાને પામે છે.
જે સ્ત્રીના દાંત લાંબા લાંબા હોય, મુખના પ્રમાણમાં દાંત મોટા હોય, કાગડાના જેવા અવાજવાળી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
3-6