________________
વળી ત્રીજી કહે - આજે આસન ડામાડોળ કેમ થાય છે ?
ચોથી પણ નાની વહુ કહેવા લાગી - આપણે આસન પર રોજ જઈ આવીએ છીએ. તેથી તે પાટિયુ જીર્ણ થઈ ગયું લાગે છે. અત્યારે પહોંચી જઈએ કાલે બીજું નવું કરાવીશું.
મોટી કહે - હે દેરાણી ! પણ આ તો અવાજ વધવા લાગ્યો છે. જુઓ તો આપણે સમુદ્ર ઉપરથી જઈ રહ્યાં છીએ.
એક વહુ - ભાભી ! મુંઝાશો મા ! પહોંચી જઈશું.
બીજી વહુ કહે - ભાભી ! કાષ્ઠાસન સમતુલ ચાલતું નથી. ડામાડોળ થવા લાગ્યું છે.
મોટી વહુ - પાટિયાનું વજન વધી ગયું લાગે છે.
ત્રણ વહુ - ઘણા વખતનું જુનું છે માટે તૂટવા લાગ્યું છે. આપણે આ સમુદ્રમાં નાખી દઈએ. આપણે ચારેય એકબીજાની આંગળી પકડીને ચાલ્યા જઈએ પાટીયાની જરૂર નથી. વળી આપણું નગર પણ બહુ દૂર નથી. નવું કાષ્ઠ લઈ આવીશું.
આ પ્રમાણે બોલતી ચારેય એક મનવાળી થઈ. કોટરમાં રહેલો શેઠે આ વાત સાંભળી, સમજી ગયો કે ખૂટ્યા વિનાનો મારો તો કાળ આવી ગયો. હમણાં આ લોકો જો પાટિયું છોડી દેશે તો હું સમુદ્રમાં જ પડવાનો. આયુષ્ય પૂરા થયા વિના મરવાની ઘડી આવી. મરવાની ભીતિથી લજ્જા છોડીને, શેઠ વહુઓને કહેવા લાગ્યો - મારી વ્હાલી વહુઓ ! તમે ચારેય જણી મારી વાત સાંભળો. આ કાષ્ઠને સમુદ્રમાં નાંખશો નહીં. તમારા અલંકારો આભૂષણો બનાવવા માટે હું તમારી સાથે આ કાષ્ઠમાં આવ્યો છું. અને આ કોટરમાં તમારા માટે સોનાની ઇંટો ભરી છે. માટે કહું છું કે આ કાષ્ઠને નાંખી ન દેશો.
સસરાનો અવાજ સાંભળ્યો. વાત પણ સાંભળી, ચારેય વહુઓ વિસ્મય પામી. અંદરોઅંદર બોલવા લાગી. રે ! સસરાજી આપણી આ ગુપ્ત વાત જાણી ગયા છે. આપણો આ ખેલ પણ જાણી લીધો છે. કેવી રીતે ? કયાંથી જાણ્યો હશે ? જરૂર આપણી પાછળ ચોકી કરતો ફરતો જ હશે. હવે તો સાપ જેવો આ શેઠ છોડાય નહિ. જો છોડીએ તો આપણને જ ભરખી જાય. માથે તેલનું ટીપું નાખવા આપ્યું નથી. માથાના વાળ તેલ વિનાના રહે છે. તેલના ટીપાંની આશા રાખી નથી. તો વળી દાગીનાની શી વાત કરવી ? આભૂષણોની આશા રખાય ? લાગમાં આવ્યા છે. છોડી દઈએ. ખારા જળમાં જાય. ન રોવું, ન ફૂટવું. ન યાદ કરવો. વળી ઘરે જતાં કોણ પૂછવાનું છે કે શેઠ કયાં ગયા ?
આ પ્રમાણે વિચારી ચારેય વહુરોએ આંગળીઓ એકબીજાની પકડી લઈ પાટિયાને છોડી દીધું. બિચારો શેઠ સમુદ્રના મધ્યે જઈ પડ્યો. વહુવરો ઘરે પહોંચી ગઈ. અતિલોભી તે શેઠ સમુદ્રમાં મૃત્યુ પામ્યો. આ પરિવ્રાજકની પણ આ ગતિ છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
३८८