________________
દાસ - શેઠજી ! હું હવે તમારાથી ઊતરતો નથી. ધનથી હું અને તમે બંને સરખા છીએ. દ્રવ્ય ન હતું, ત્યારે ગોવાળિયો ને દાસ બની તમારા કામ કર્યા. હવે શા માટે કરું? મારી પાસે પણ ચાર શેર સુવર્ણ છે. શા માટે કોઈનો હવે ઓશિયાળો થઈને રહું?
શેઠ સાંભળી દિંગુ થયા. વિચારે છે જાત હલકી છે. હલકાને વધારે પૂછવાથી સાચી વાત કહી જ દે. પેટમાં રહે જ નહિ. તો હવે વધારે પૂછવું જ રહ્યું. વળી શેઠ બોલ્યા - શું ચાર શેર સોનું છે?
દાસ - હા, હા, શેઠ ! એક રાતમાં ધન કમાઈ ગયો.
શેઠ સાચી વાત જાણવા મીઠાઈ મેવા આપીને લલચાવ્યો. નોકરે સાચી વાત કહી દીધી. અતિલોભમાં લપટાએલો શેઠ વિચારે છે. હવે મારે શું કરવું? આ સ્ત્રીઓની પાછળ પાટિયાના કોટરમાં બેસીને સ્ત્રીઓના ચરિત્રને જોઉં. આ પ્રમાણે વિચારીને એક રાત્રિએ શેઠ કોટરમાં જઈ ભરાઈ બેઠો. મધ્યરાત્રિ થતાં ચારેય સ્ત્રીઓ કાષ્ઠાસન પર ગગન વિહાર કરવા લાગી. રત્નાદ્વીપ પર જઈ સહુ ઊતરી રમવા માટે ચાલી ગઈ. છેલ્લે શેઠ કોટરમાંથી બહાર નીકળ્યો. શું જોયું? શેઠ તો જોઈને ડઘાઈ ગયો. રત્નની પૃથ્વી. ચારેય વહુઓ રમવા ગઈ તો શેઠ પોતાના નખથી જમીન ખોતરવા લાગ્યો. ઝળહળતા રત્નોની જ્યોતિ ઝગારા મારતી જોઈ શેઠ તો અંજાઈ જ ગયો. ૨૧ રત્નો મળી ગયા. સવાર થવાની વાર હતી. સમય થઈ ગયો હતો. રત્નો લઈ કોટરમાં પેસી ગયો. વહુઓ આવી, કાષ્ઠને ગતિમાન કર્યું. અને સી ઘરે આવી ગયા. વહુઓ ઊતરી પોતાના આવાસે જઈ સૂઈ ગઈ. પાછળથી ધીમે રહી શેઠ રત્નો લઈ પોતાના સ્થાને પહોંચી ગયો. લોભીને દ્રવ્યમાં વળી રત્નોનો વધારો થયો.
વળી એક રાત્રિએ વહુઓ સાથે કાષ્ઠના કોતરમાં સંતાઈ આકાશમાર્ગે ચાલ્યો. સુવર્ણદ્વીપ ઉપર આસનને ઊતાર્યું. નિર્ભય સ્ત્રીઓ રમવા ઊતરી ગઈ. કયાં ખબર છે કે અમારી પાછળ શું થાય છે? જોવાનો અવસર પણ મળ્યો નથી. સ્ત્રીઓ નીકળીને ચાલી ગઈ. પછી તે કાષ્ઠ કોટરમાંથી પોતે બહાર નીકળ્યો. જમીન સુવર્ણની હતી. માટી બધી જ સોનાની. કેવી રીતે લેવી? બાજુમાં સરોવર હતું. તેમાંથી પાણી લાવી માટી ભીની બનાવી છેટો બનાવી દીધી. હવે વધારે લોભ લાગ્યો છે. ઈટોથી કાષ્ઠની કોટડી ભરી દીધી. એક ખૂણામાં સંતાઈ બેસી ગયો.
રાતભર રમીને થાકેલી ચારેય વહુઓ કાષ્ઠસિંહાસન પાસે આવી તરત જ વિદ્યા વડે કાષ્ઠને ગતિમાન કર્યું. ગગને જઈ રહેલું કાષ્ઠાસનનો કડકડ અવાજ થવા લાગ્યો. વળી કાષ્ઠાસન ધીમી ગતિએ ચાલતું હતું. ઘણો ભાર ભર્યો હતો ઇટોનો. તે વાતની વહુઓને ખબર નહિ. તેમાંથી એક બોલી.
એક વહુ - આજે આપણું વિમાન ધીમું કેમ ચાલે છે? બીજી વહુ - આસનનો કટ કટ અવાજ કેમ આવે છે?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮૭