________________
મોક્ષે સિધાવ્યા. દીક્ષા પછી તે દેવ ત્યાંથી જયપુર નગરે આવ્યો. સાથે ચંદ્રકુમારને લઈ આવ્યો. જયરથ રાજાના કુંવરનો રાજ્યાભિષેક કરી ગાદીએ સ્થાપન કર્યો. ત્યારપછી તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ચંદ્રકુમાર પણ ત્યાં રહેલ પોતાના આવાસે રતિ-પ્રીતિ બંને પત્ની પાસે પહોંચ્યો.
ચંદ્રકુમારનું અતિશય સોહામણું રૂપ જોઈ કવિ અહીંયાં ઉપમા આપતા કહે છે - કામદેવનો વાસ સ્વર્ગમાં છે. તેને રતિ-પ્રીતિ નામની બે સ્ત્રીઓ છે. રૂપાળી સ્ત્રીઓ હોવા છતાં આ કામદેવ વંઠયો. ઘરમાં બે સ્ત્રીઓ હોવા છતાં ભોગનો ભિખારી થઈ, જગતમાં ભમવા લાગ્યો.
દેવ-તિર્યંચ-મનુષ્ય આદિ બધાના ઘરે રમવા ચાલી જતો. રતિ-પ્રીતિ પોતાનો પતિ પરઘરે રમતો જોઈ ચિત્તમાં કલેશ ધારણ કરવા લાગી. ક્લેશના કારણે પતિ ઉપર ક્રોધ કરવા લાગી. છતાં કામદેવ પત્નીની વાત ન સાંભળતાં, ઘર ઘર રમવા લાગ્યો. સ્વામી ન સુધરતાં રોષ ભરી બંને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ક્ષીર સમુદ્રમાં જઈ ઝંપાપાત કર્યો. તે જ બંને સ્ત્રીઓ ત્યાંથી મરી આ જયરથ રાજાને ઘરે આવી અવતરી.
તો તો કામદેવનું શું થયું ?
કવિ આગળ કહે છે તે કામદેવ પોતાની બંને સ્ત્રીઓ પોતાને છોડીને ચાલી જશે. તે સ્વપ્નેય વિચાર્યું નહોતું. છતાં જીવનમાંથી તે બંને સ્ત્રીઓ ચાલી જવાથી ઘણો શોકાતુર થયો. પણ હવે કરે શું ? તે બંને સ્ત્રીઓના વિયોગે મેરુપર્વત ઉપર રહેલા નંદનવનમાં જઈ કઠિત તપ કરવા લાગ્યો. તપ કરતાં શરીર ગાળી નાખ્યું. ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાશી રાજાના ઘરે અવતાર લીધો. સાક્ષાત્ કામદેવના રૂપને ધારણ કરતો તે કાશીનરેશનો કુમાર તે જ આ ચંદ્રશેખર કુમાર થયા.
આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના આ રાસના ચોથા ખંડની ત્રીજી ઢાળ પૂરી કરતાં કહે છે કે આ ઢાળ ઘણા રસથી ભરપૂર વચનોથી કહી. હે શ્રોતાજનો ! તમે તે સાંભળી તમારા ચિત્તને શાંત કરો. જે સાંભળવાથી તમારા ચિત્તને આનંદ થશે અને સાતે કોઠે ટાઢક મળશે.
સુખ
વાદળ
શ્યામ
વસુધા
વિલસતા
ગર્જરવ
ઘટા
નવપલ્લવ
ગગને
-ઃ દુહા ઃ
--
કુંવરને
કરે,
થઇ,
ચડી,
આવ્યો
વીજળીઓ
મોર
વસંતો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૬
કરે
વર્ષાકાળ,
ઝબકાર. ॥૧॥
જળધાર,
ટહુકાર. ॥૨॥