________________
કુમાર પ્રશ્નો પૂછતો હતો. ગુરુદેવ સાંભળતાં હતાં. પૂછતાં કુમાર જ્યારે અટક્યો ત્યારે જ્ઞાની ગુરુભગવંત બોલ્યા - કુમાર !
આટલું બોલ્યા. ત્યાં તો તે વખતે એક દેવ પ્રગટ થયો. કુમાર - કહો ગુરુદેવ ! અમને ઘણાં આશ્ચર્યો દેખાય છે. ગુરુ - હે ક્ષત્રિયવંશી ! હે ચંદ્રશેખર ! હે જયરથ !
જે દેવ હાથી થઈને તમને અહીં લઈ આવ્યો છે. તે જ આ દેવ છે. બંને મહારથીઓ દેવની સામે જોવા લાગ્યા. બે હાથ જોડી કુમાર બોલ્યો - હે સ્વામી ! આ દેવ કોણ છે?
ગુરુ - હે ચંદ્રકુમાર ! આ દેવ જયરથ રાજાનો મોટો ભાઈ છે. જયરથના ગુરુબંધુએ પૂર્વભવે દેશવિરતિ પામી ધર્મની આરાધના શ્રાવકપણામાં રહીને ઘણી કરી. શ્રાવકધર્મની આરાધના જુઓ! કેવો તેનો મહિમા છે. તો સર્વવિરતિરૂપ સાધુ ધર્મની વાત શી કરવી ? દેશવિરતિનું શુધ્ધપણે પાલન કરી સમાધિમરણ પામી તે દેવ થયો. ત્યાં ઉત્પન થતાંની સાથે અવધિજ્ઞાનની પ્રાપ્તિ. તરત જ ત્યાં તેણે ઉપયોગ મૂકી જોયું. મારા ભાઈની આ દશા ! ભાતૃપ્રેમે ખેંચાઈને આવ્યો.
' વિષય પ્રમાદમાં આસક્ત એવો તું તારો ધર્મ ભૂલ્યો. તારી ઉપર અપાર કરુણા આવી. રખે મારો ભાઈ નરકે ચાલ્યો ન જાય. નરકભીતિથી ભય પાળેલા આ દેવ તારો ઉધ્ધાર કરવા, તને પ્રતિબોધ પમાડવા માટે તને અમારી પાસે લઈ આવ્યા છે. જયરથ ! તારા નગરની બહાર ઉદ્યાનમાં પધારેલ મુનિ ભગવંત પાસેથી તારી રાણીનાં ચરિત્રો સાંભળ્યાં. તે સાંભળી તું વિરક્ત થયો. તારી ફરજ પૂરી કરવા, કુંવરીના લગ્ન લીધા. પરણાવી પણ દીધી.
કુંવરીના લગ્નમાં આજ દેવે તને સહાય કરી હતી. તેને તેમાંથી ચિંતામુક્ત કર્યો. પણ તારા વૈરાગ્યના ઉભરામાં મોહનું પાણી ભળતાં વૈરાગ્ય શમી ગયો.
ગુરુની વાણી સાંભળી જયરથને વળી વૈરાગ્યના ભાવ પ્રગટ થયા. વળી તે જ વખતે દેવ બોલ્યા - હે રાજનું! હજુ બાજી હાથમાં છે. જો ચારિત્ર લેશો તો અમારાથી પણ આરાધના બળે આગળ નીકળી જશો. અમારાથી પણ વધારે સુખીયા થશો. દેવની વાણી સાંભળી જયરથ રાજાએ તરત જ ધર્મઘોષ મુનિભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. દેવે સાધુવેશ આપ્યો. ગુરુકુળ વાસમાં વસતા જયરથ રાજર્ષિ ગુરુ સાથે વિહરવા લાગ્યા. સાથે જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ આદિ ઉત્કૃષ્ટપણે સાધનાની ધૂણી ધખાવી, બહુશ્રુત થયા. કામ વિટંબણા તો દીક્ષા દિનથી અળગી થઈ ચૂકી હતી. ઉત્કૃષ્ટ આરાધનાએ કેવળ આપ્યું. રાજર્ષિ કેવલજ્ઞાન મેળવી, પૃથ્વીતળને વિષે વિચરી ભવ્ય જીવોનો ઉપકાર કરવા લાગ્યા. આયુષ્યપૂર્ણ થયે સાદી અનંત એવા શિવવહુના અધિકારી બન્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૬૮