________________
છે. તે મારા ગુરુ છે. મારા ગુરુ પાસે જ્ઞાનનો ખજાનો અને ઔષધિનો ભંડાર છે. ગુરુની સેવા થકી પ્રસન્ન થઈને ગુરુજીએ મને ઔષધિકલ્પ ગ્રંથ આપ્યો છે. તે ઔષધિઓ મલયગિરિના શિખરે વિવિધ પ્રકારની રહેલી છે. મલયગિરિ ઉપર ઔષધિનો ભંડાર છે. ઔષધિકલ્પના આધારે મારે ઔષધિઓને ઓળખવી છે. મલયગિરિવર પર જવા માટે વિધિપૂર્વક ઘણી જ સાધના કરી. છતાં તેમાં સફળતા ન મળી. કારણ કે આ પર્વતનો અધિષ્ઠાતા ક્ષેત્રપાલ છે. પર્વત તથા ઔષધનું રક્ષણ કરતો આ યક્ષરાજ ઘણા વિઘ્નો નાખે છે. મારી સાધનામાં ભંગ કરે છે.
વળી અનેક વિદ્યાના જાણકાર, ને સિધ્ધ કરનાર, ઘણા મંત્રોને પણ સિધ્ધ કર્યા છે જેમણે તે મારા ગુરુદેવ ચરણમાં લેપ કરીને આકાશમાં સો જોજન સુધી ભ્રમણ કરે છે, ફરી રહ્યા છે. ગુરુદેવની કૃપાથી હું પણ આકાશમાં એક જોજન સુધી ફરી શકું છું. એક એક જોજન ઊડતો થકી તમારું નામ સાંભળી, તમારી કીર્તિ ચોતરફ વિસ્તરેલી સાંભળી, હું મોટી આશા લઈને આવ્યો છું.
હે રાજકુમાર ! તે ગિરિવર અહીંથી સો જોજન દૂર છે. જ્યારે સાધનાના દિવસો સાત જ બાકી છે. વદ આઠમથી લઈને વદ ચૌદશે પુરા સાત દિવસ થાય છે.
હે રાજકુમાર ! આજે વદી ચોથની તિથિ છે. આપ મારી સાથે પધારો. તો હું સાધના સ્થળે પહોંચી શકું. કૃપા કરીને આપ મારા ઉત્તરસાધક બનો. મારો હાથ પકડો.
યોગી કુમારની વાત સાંભળી કુમાર કહેવા લાગ્યો. - હે યોગીકુમાર ! આપ સુખપૂર્વક પધારો. હું આજથી સાતમા દિવસની રાત્રિએ તમારી પાસે આવી જઈશ.
હું આવીશ” આ પ્રમાણે કુમારે યોગીકુમારને વચન આપ્યું. કુમાર પાસેથી વચન મેળવી તાપસ યોગીરાજ પોતાના આશ્રમે આકાશમાર્ગે ચાલ્યો ગયો.
કુમાર પોતાની બંને પત્નીઓને આ વાત કરી. સાતમા દિવસની રાત્રિએ યોગીરાજના આશ્રમે પહોંચી ગયો. કુમારને જોતાં જ યોગીને ઘણો આનંદ થયો. કુમારને આવકાર આપ્યો. કુમારે તાપસને કહી દીધું “મારા સાનિધ્યમાં રહીને નિર્ભયતાપૂર્વક મંત્ર જાપ ચાલુ કરો” એકાગ્રચિત્તે યોગીરાજે મંત્રની સાધના, મહિનાની વદી આઠમની રાત્રિથી શરૂ કરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૨