________________
ધનના ઠગલા-દાનરૂપી ત્યાગની, ભોગ રૂપ લક્ષ્મી વાપરવાની વાત કયાં રહી? પોતાના માટે તો નહીં પણ વહુ-દીકરા માટે પણ ધનની મના કરતો.
- કવિ ઉપમા આપે છે કે આ શેઠ પાંચ પ્રકારના દાન હંમેશા કરે છે. ૧. ગાલ ઉપર તમાચો મારે. ૨. સમય આવે ગાળ પણ દેતો. ૩-૪. હવેલીના બંને દરવાજા બંધ કરે. ૫. તે બારણાનો આગળિઓ (સાંકળ) પણ દઈ દે.
ધનની ત્રણ ગતિ. દાનમાં શ્રેષ્ઠ ગતિ. ભોગમાં - મધ્યમ ગતિ. છેવટે તો ધનનો નાશ થાય. તે ત્રીજી ગતિ.
કંજુસ લોભીના ધનની પણ આવા પ્રકારની દશા હોય છે. રાજા, ચોર ને અગ્નિઝાળ. આ ત્રણ લોભીના ઉપકારી છે. ઘણું ધન હોય તો રાજા લઈ જાય, ચોર લઈ જાય ને છેવટે ધન બળી પણ જાય. આ રીતે લોભીના ધનની અદ્રશ્ય સિધ્ધિ થાય છે. લોભી હંમેશાં દિન રાત દાતારીને યાદ કરતો હોય છે. કારણ દાતારી દાન આપે તો લોભીયાને દાન લેવા વૃત્તિ થાય.
જગતમાં કહેવાય છે કે માછીમારને ત્યાં ઘણું કરીને કોઈ જતું નથી. લોભીના ઘરે પણ કોઈ જતું નથી. લોભીની નજર લોકોના ધન હરવામાં યમરાજ સરખી હોય છે. વળી સર્પ જેવી તો તેની વક્રગતિ હોય છે. અવગુણનો પાર નથી.
એક દિવસ શેઠના ઘરે પૈસ કરી હતી. કયાંયથી ઘરમાં કૂતરો આવી ગયો. પૈસ ખાવા લાગ્યો. કૂતરાનું માં ઘૂસથી ખરડાયેલું જોઈ શેઠે કૂતરાને પકડ્યો. મોં ઉપરની ઘંસ હાથ થકી ભેગી કરવા લાગ્યો. કૂતરાએ શેઠના કાને બચકા ભર્યા. કાનેથી લોહી નીકળ્યું. લોભી શેઠે કાનની પીડા સહન કરી. પણ ઈંસ ભેગી કર્યે જ રાખી. કાને વળગ્યો કૂતરો માંડ માંડ મૂકાવ્યો.
ઘરની ડોલીમાં ૨૪ કલાક ચોકી ભરતો શેઠ બેસી રહેતો હતો. કયારેક કયારેક બહાર પણ જતો. એકદા શેઠ બહાર ગયો. ને નસીબ થકી એક યોગિણી આકાશમાર્ગે જતી આ શેઠની હવેલીના ચોકમાં ઊતરી આવી. યોગિણીને જોતાં ચારે વહુઓ ભેગી થઈ તેનું સ્વાગત કર્યું. બેસવા આસન આપ્યું. એક વહુ ડહેલીએ જઈ જોઈ આવી. લોભી સસરો બેઠો નથી ને! સસરો હતો જ નહિ. હૈયે ટાઢક થઈ.
યોગિણીની આસપાસ વહુવરો બેઠી પૂછવા લાગી - હે યોગિણી આપ અમારા ગૃહમાં કઈ રીતે આવી ચડ્યાં? મારા સસરા તો દરવાજો બંધ કરીને બેઠા છે.
યોગિણી દીકરીઓ! હું તો ગગનમાર્ગે આવી છું. ચિંતા ન કરો. ચારેય વહુવરો પગે લાગી. ભાવપૂર્વક ભોજન કરીને યોગિણીને જમાડી.
વહુઓ - યોગિણીમા ! સસરાની નજરે ચડ્યા વિના કેવી રીતે આવ્યા?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૮૪