________________
ગુરુને ઘણા રીઝવ્યા. પણ ચેલાની દાનત ખરાબ જાણી ગુરુએ કોઈ પણ પ્રકારનો મંત્ર ન શીખવ્યો.
જગતમાં મહાતપસ્વી પૂજ્ય ગુરુદેવને પૂજ્યપદે રાખી સૌ ગુરુની સેવા કરતા હતા. જ્યારે આ ધૂતારો, ગુરુની પાસે, ચંદ્રની પાસે જેમ રાહુની જેમ વળગ્યો હતો. ગુરુના હૈયે કાંટાની જેમ ખૂંચતો હતો. અહર્નિશ ગુરુને સંતાપતો હતો. લોકમાં પણ આ વાતની જાણ થઈ હતી. પૂરવભવના પાપે ગુરુને છોડી દઈને, ગુરુની આજ્ઞા વિના સ્વેચ્છાએ ચાલી નીકળ્યો. બાલ્યપણાથી મોટો કરેલો શિષ્ય કહ્યા વિના ચાલી જતાં ગુરુ ઘણા દુભાયા. ગુરુ સંતાપી કયાં જઈને રહેવાય? ઘેર ઘેર ભિક્ષાર્થે ભમવા લાગ્યો. કયારેક કયારેક ચોરી પણ કરતો હતો. ધર્મના નામે ધતિંગ કરી, લોકોને છેતરી ધન ભેગું કરવા લાગ્યો.
જંગલમાં રહેતી ભીલડીની સાથે સંબંધ થતાં, ભીલડીની ઝૂંપડીમાં રહેવા લાગ્યો છે ન કરવાનાં કાર્યો આ નિર્લજજ યોગી કરે છે. હે કુમાર ! આના આવા ચરિત્રની વધારે શી વાત કરવી? પોતાની એક ઝૂંપડી બાંધીને ભીલડીને જંગલમાંથી લઈ આવી આ ઝૂંપડીમાં રાખી. તેને માટે ચોરી કરીને લાવે; દ્રવ્ય બધું ભીલડીને આપતાં, ભીલડીનું ઘર ભરવા લાગ્યો છે. આ મહાપાપી મહાદ્રોહી છે. હે સજજન! તમારા વચનથી ઔષધિઓ જરૂર આપીશ. પણ તે ઔષધિ ફળદાયી નહિ નીવડે.
આ પ્રમાણે ચોથા ખંડને વિશે આ ચોથી ઢાળ પૂર્ણ થઈ છે. કહે છે કે ચતુર અને સુજાણને શીખામણ આપતાં શ્રી શુભવીર વિજયજી મહારાજ કહે છે કે વર-મહાવીરના વચનથી જેઓ વેગળા થયા તેઓ ઘર ઘર ભીખ માંગે છે.
– દુહા - ગુરુદ્વેષી અતિ લોભીયા, ધટે મિથ્યા મુનિવેષ, ગુરુએ અયોગ્ય કરી તળ્યો, યોગ્ય નહિ ઉપદેશ. //all કપટે લોકતા ધન હરી, સબરી ઘર સંતાત, કરશે સા પૂરણ બને, વેગે એહનો થાત. પરા જિમ અતિલોભે શૃંગદત્ત, uડીયો જલધિ મોઝાર, ધર્મ વિહોણો દુર્ગતિ, પાખ્યો બહુ અવતાર Bll રાજકુંવર કહે તે કહો, કોણ એ શૃંગદત્ત શેઠ ? દેવ વદે સુણો મૂળથી, કહું દ્રષ્ટાંત જ ઠેઠ. llll
૧ - ભીલડી.
&
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર શreણી શકે
૩૭૮