________________
-: ઢાળ-૩ :
ભાવાર્થ:
સજ્જન ચંદ્રકુમાર અને જયરથ સસરા બંને આનંદપ્રમોદ કરવાના બહાનાથી નગરની બહાર ઉદ્યાનમાં જાય છે. સાથે થોડો પરિવાર પણ છે. નગરની બહાર પાદરમાં ઉદ્યાન છે. ઉદ્યાનની પડખે શીતલા નદી વહી રહી છે. વર્ષાકાળ ઋતુ વહેતી હતી. નદીમાં વરસાદના કારણે પૂર ચડી આવ્યાં છે. નગરલોક નદીનાં પૂર જોવા ઊમટ્યાં હતાં. ઉપરવાસથી ઘણું પાણી આવતું હોવાથી નદી બે કાંઠે વહેતી હતી. તરવૈયા પણ આ નદીના પૂરમાં જવાની હિંમત કરતા નહોતા, એવા પૂરના કારણે નદી ગાંડીતુર બની હતી. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પૂર વધવા લાગ્યું. પાણીમાં ઉછાળા એવા આવતા હતા કે જાણે હમણાં સમગ્ર પૃથ્વીને ડુબાડી દેશે. નદીને શાંત કરવા લોકો હાથમાં શ્રીફળ-કંકુ આદિ પૂજાપો લઈ નદીને વધાવવા લાગ્યા. તે ટાણે કુમાર અને જયરથ રાજા પણ નદીના પૂરને જોવા આવ્યા. જયરથ રાજા સાથે કુમારની ચકોર દ્રષ્ટિ પૂરના પાણી ઉપર પડતાં નદીના પાણી શાંત થયાં. પૂર ઊતરી જવા લાગ્યાં.
ઉપશમ પામેલ નદી જોઈ રાજાએ કિનારે ઊભેલા લોકમાંથી એક માણસને નાવિક પાસે મોકલ્યો. નાવિકે સમાચાર રૂપ તેડું આવ્યું. જાણી, આનંદથી પોતાની નાવ લઈ જલ્દી રાજા આગળ આવી ઊભો. જળક્રીડા કરવા માટે જયરથ ચંદ્રકુમારને સાથમાં લઈ નાવમાં બેઠો. નાવિકને આજ્ઞા મળતાં નાવ હંકારી. જોત-જોતામાં નાવ સડસડાટ નદીમાં દોડવા લાગી. નદી કાંઠે ઊભેલા લોકો પણ હવે દેખાતા બંધ થઈ ગયા.
તે વખતે દિવ્ય વસ્ત્રોથી શોભતો કોઈ એક માણસ નદીના વહેણની સામે જતો જોયો. તે પુરુષના રુપથી ખેંચાયેલ રાજાએ નાવિકને નાવને તે માણસ તરફ લઈ જવા આજ્ઞા કરી. કુમારને કહે કે આપણે આ માણસને પકડી લઈએ. નાવિકે બમણા વેગથી તે માણસની પાછળ નાવ દોડાવી. તે પુરુષે જોયું કે નાવ મારી પાછળ આવી રહી છે. તો તે પણ બમણા વેગથી આગળ આગળ દોડવા લાગ્યો. હરીફાઈ જોરદાર ચાલી. રાજા તથા કુમારને વધારે આશ્ચર્ય થયું. કુમાર કહેવા લાગ્યો - મહારાજા ! માનો ન માનો પણ કોઈ દેવે આપણને ભય પમાડવા માટે આ કુતૂહલ ઊભું કર્યું છે. પણ કંઈ આપણે ભય પામવાના નથી. નાવ તો ઘણા વેગથી દોડી રહી છે. નદીમાં ઘણો પંથ ગયા પછી તે કુતૂહલ પુરુષ થોભી ગયો. સ્થિર થઈ ઊભો રહ્યો. ક્ષણવારમાં કુમાર અને રાજા ત્યાં આવી ગયા. રાજાએ તે પુરુષના માથાના વાળ પકડી ઊભો કર્યો તો વધારે વિસ્મય પામ્યો. કારણ વાળ ખેંચતાં જ વાળ સહિત મસ્તક હાથમાં આવ્યું. ધડ વિનાનું મસ્તક જોતાં જ રાજાએ મસ્તક પાણીમાં ફેંકી દીધું. શરીરના અંગોપાંગ ન જોતાં જ, માથું તરત જ ફેંકી દીધું. તો વળી ફરીથી તે માથું જોવામાં આવ્યું. પણ વળી બીજું આશ્ચર્ય. એક માથાને બદલે બે માથાવાળો માણસ થયો. બે માથા દેખાયાં. કુમાર અને રાજાને આશ્ચર્ય સહિત શંકા પણ થઈ. બંને સામસામા જોઈ રહ્યા. નાવિક પણ આશ્ચર્ય પામ્યો. એક બીજાને કહે જરૂર
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
३६६