________________
આ કોઈ દેવ માયા છે. તે વિના આવા આશ્ચર્યો નદીમાં સંભવે નહિ.
રાજાએ પૂછ્યું - તમે કોણ છો? દેવ માયાવી - અમે દેવ છીએ. બીજો દેવ - તું કોણ છો? રાજા - હે દેવલોકના દેવો! હું જયપુર નગરનો જયરથ નામે રાજા છું. દેવ માયા - રાજા છો ! રાજા થઈને અન્યાય કર્યો. રાજા - (આશ્ચર્યથી બોલે છે) મેં અન્યાય કર્યો? કયાં કર્યો?
દેવ માયા - હા ! મારા માથાના વાળ વિના અપરાધે શા માટે ખેંચ્યા? રાજનું! સાંભળ્યું છે કે જગતમાં ધર્મી, તપસ્વી એકલી સ્ત્રી, વૃધ્ધા પણ અનાથ હોય તથા પાંચમો નિર્બળ બાળક. આ પાંચે કયાંયે પરાભવ પામતાં હોય તો તેનું રક્ષણ નગરનો રાજા કરે છે. આ વાત લોકપ્રસિધ્ધ છે. પણ પણ અહીં તો રાજા અન્યાય કરતો હોય તો અમ જેવાની બૂમ-અવાજ કોણ સાંભળે? અમારે કોની પાસે જઈ વાત કરવી?
પોતાની ઉપર આક્ષેપથી મૂકેલી વાત સાંભળીને, રાજાએ તરત જ ચોટલો મૂકી દીધો.
ત્યાં બીજું નવું જ આશ્ચર્ય. જેવો ચોટલો છોડી દીધો. ત્યાં જ તે પળે તે માણસ હાથી બની ગયો. નાવને છોડી રાજા અને કુમાર જળમાં રહેલા હાથી ઉપર ચડી બેઠા. પોતાની ઉપર બંને બેઠા જોઈ હાથી ગગનમાં ઊડવા લાગ્યો. કાંઠે ઊભેલા લોકો કુતૂહલ જોઈને બૂમો પાડવા લાગ્યા. રે લોકો! દોડો! દોડો ! “આ હાથી આપણા રાજાનું તથા કુમારનું અપહરણ કરે છે” ગગને રહેલા હાથીને કોણ પકડે? લોકો કિનારે રહી ગયા. કુમાર અને રાજા તો દૂર દૂર આકાશમાર્ગે ચાલ્યા જાય છે. ત્યાં એક વનમાં હાથી એ રાજા અને કુમારને લઈને નીચે ઊતર્યો. પોતાની પીઠ ઉપરથી તે બંનેને નીચે ઊતારી ચાલ્યો ગયો. સસરો-જમાઈ બંને વનની લીલાને જોવા લાગ્યાં. અજાણ્યા ક્ષેત્રમાં વનની અંદર નીડર કુમાર, સસરા સાથે વનની શોભા જોતાં ચારેકોર ઘૂમી રહ્યા છે. ફરતાં કુમારની નજરે દૂર દૂર એક તરુવરની છાંયે મુનિભગવંતને જોયા. જોતાં જ બંનેના હૈયાં હરખાયાં. વેગે મુનિભગવંતની સમીપે આવી પહોંચ્યા. વિધિયુક્ત વંદન કરી, ગુરુ સમીપે વૃક્ષની શીતળ છાયામાં બંને બેઠા.
જ્ઞાની ગુરુભગવંતે ધર્મલાભના આશીર્વાદ આપ્યા. બંને શંકાભર્યા જ આવ્યાં હતાં. શંકાને સમાવવા વિનયપૂર્વક કુમારે પૂછ્યું - હે ગુરુભગવંત! અમારું અપહરણ કોણે કર્યું? શા માટે કર્યું? વળી તે હાથી રૂપે અમારી સામે આવી, અમને આ વનમાં શા માટે મૂકી ગયો?
મુનિભગવંતનું નામ ધર્મઘોષ વિજયજી હતું.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૬૭