________________
છું. હું કયાંયે જવાની નથી. સ્વયંવરા - પોતાની ઈચ્છાથી સામેથી તમને વરવા આવી છું. મારો સ્વીકાર કરો. શા માટે સેવકને મોકલી નાહકની ઉપાધિ કરી.
સ્ત્રીની વાતો સાંભળી રાજા હરખાયો. સતીએ રાજાને વિશ્વાસમાં લીધો. રાજમહેલમાં ઊતરવાની વ્યવસ્થા થઈ ગઈ. રાજાએ રૂપસુંદરીને કહાં ચાલો રાજમહેલમાં. ગુણાવળી રાજાની પાછળ પાછળ રાજમહેલમાં જવા માટે ચાલી. રાજસેવકો સાંઢણીને માલ સંભાળી સ્ત્રીની પાછળ ચાલ્યા. રાજમહેલમાં ઊતારો આપ્યો અને બે ચાર દાસીઓ સેવામાં મૂકી દીધી. ખાવા પીવાની જોગવાઈ થઈ ગઈ. જુદા મહેલમાં ગુણાવળી નિરાંતે બેઠી છે. વિચારી રહી છે કે હવે આગળ શું ઉપાય કરવો?
આ તરફ રાજા રાજ્ય સંબંધી કામ ઝટપટ પતાવીને ગુણાવળીના મહેલે આવવા ઉત્સુક બન્યો છે. બીજી બધી રાણીઓને છોડી દઈને સાંજ પડતાં ગુણાવળીના મહેલમાં આવી પહોંચ્યો. સતીએ ઊભા થઈને રાજાનું સ્વાગત કર્યું. સ્વાગતનો સ્વીકાર કરતો રાજા સતીને જોતાં જોતાં મહેલમાં પ્રવેશ્યો. પલંગ ઉપર આવીને બેઠો. ગુણાવળી સાવધાન થઈ ગઈ. મહેલના રૂમમાં આંટા ફેરા લગાવતી, રાજાની સાથે વાતો કરવા લાગી. દિવગુરૂ ઉપર અવિચલ શ્રદ્ધા અને શીલના પ્રભાવે સતી સાવધાનપૂર્વક યુકિતથી જાળ બિછાવી રહી છે.
ગુણાવળી - મહારાજા ! આટલી બધી ઊતાવળ શા માટે? હું તો સ્વયંવરા બનીને આવી છું. હવે હું કયાં જવાની હતી?
રાજા - હે સુંદરી ! હવે તો તારા વિના પળવાર પણ રહી શકું તેમ નથી. રાજ્યના કામો જલ્દીથી આટોપી તારી પાસે દોડી આવ્યો.
ગુણાવળી- હે રાજનું! ધીરજ ધરો હું તો તમારી છું ને તમારી રહીશ.
વાતો કરતો રાજા પલંગ પરથી ઊભો થઈ ગુણાવળી પાસે પહોચી ગયો. ગુણાવળી ધીરે ધીરે બોલતી બોલતી ત્યાંથી સરકી ગઈ.
ગુણાવળી - મહારાજા ! અધીરા ન બનો. મારી વાત સાંભળો. મારું વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી હું તમને આધીન થવાની નથી.
મહારાજા - હે મનહરણી ! સ્વયંવરા બનીને મારે ત્યાં ચાલી આવી હવે વ્રત કેવું ને વાત કેવી? ગુણાવળી - રાજન્ ! ઊતાવળથી કામ વિણસી જશે અને જીંદગીભર પસ્તાવું પડશે.
રાજા - ના! ના! મારે પસ્તાવું નથી. હે શુભે! તારા અધૂરા વ્રતને હું પૂર્ણ કરી આપીશ. બોલ! જલ્દી બોલ! તારી શી ઈચ્છા છે?
ગુણાવળી - મહારાજા! તમારા દર્શન અને સુખરૂપ થયા. તેથી આનંદ ઘણો છે. પણ હું મારા નગરથી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૨૧