________________
જૈન ધર્મના ઉપાસક છે. હવેલીમાં જતાં જ મને જૈનમુનિઓનાં દર્શન થયાં. અમે બંને સાથે જમવા બેઠા. શેઠ મૌનપણે જમતાં હતાં. મેં પણ મૌન સેવ્યું. અમને બંનેને ભોજન પીરસતી એક કન્યા હતી. અપ્સરાના રૂપને હરાવે તેવું તો રૂપ હતુ. વળી નાજુક નમણી કન્યાને જોતાં આશ્ચર્ય પામ્યો.
ભોજનબાદ અમે બેઠાં હતાં. ત્યાં મેં પૂછ્યું - શેઠજી ! આ કન્યા કોની છે?
શેઠજી - મુનિમજી ! ભોજન પીરસતી કન્યા તે મારી પુત્રી છે. નામ શિયળવતી છે. ચોસઠ કળા હાથ વગી કરી છે. તેમાં વળી પશુ પંખીની ભાષાનું જ્ઞાનપણ સારી રીતે છે. તે ભાષાને સારી રીતે સમજી શકે છે. લાડકોડમાં ઉછરેલી મારી તે કન્યા યૌવનના પગથારે આવી ઊભી છે. પણ... પણ.... તેના યોગ્ય વર માટેની ચિંતા છે. ઘણી જગ્યાએ મુરતિયા જોયાં, પણ મારી દીકરી માટે એક પણ પસંદ ન પડ્યો. એના સરખો મળી જાય તો પરણાવવી જોઈએ. ન મળતાં મને તેની ચિંતા રાત દિવસ રહ્યા કરે છે.
રત્નાકરશેઠ તો વાત સાંભળવામાં મશગૂલ હતા. ઘડીક અટકી જઈ વળી વાણોત્તર આગળ બોલ્યો - દત્તશેઠની વાત સાંભળી મેં કહ્યું કે શ્રેષ્ઠીવર્ય! મારી વાત સાંભળો તમે ચિંતા ન કરો.
મિત્રતાના દાવે મારી વાત સાંભળવા દત્તશેઠ ઉત્સુક થયા. હું નંદનપુરથી આવું છું. ત્યાં તમારા જેવા મારા શેઠ છે. તેમનો એકનો એક પુત્ર છે. તેનું નામ અજિતસેન છે. તે પણ યૌવનનાં ઉંબરે આવી ઊભો છે. તે તમારી કન્યાને યોગ્ય છે. આપને જો જોવો હોય તો તમારા માણસને મારી સાથે મોકલો. હું અહીંથી હવે નંદનપુર જવાનો છું. તે ત્યાં આવી જુએ ઠીક લાગે તે વાત આગળ કરવી.
શેઠને મારી વાત ઉપર વિશ્વાસ બેઠો અને પોતાના જ પુત્રને મારી સાથે મોકલ્યો છે. મારી સાથે અપાર પ્રીતિયુક્ત વ્યવહાર આ શેઠ રાખે છે. વેપાર અર્થે અવાર નવાર મારે મળવાનું થાય છે. તેથી મેં આપના પુત્ર માટે વાત કરી. તે શ્રેષ્ઠીએ પોતાના પુત્રને મારી સાથે મોકલ્યો. હું તેને અહીં લઈ આવ્યો છું.
તે વખતે દશેઠનો પુત્ર દૂર બેઠો હતો. રત્નાકરશેઠ તેને બહુમાન પૂર્વક પેઢી પર લઈ આવ્યા. પ્રેમથી તેની સાથે વાતો કરી. દરશેઠના પુત્રનું નામ જિનશેખર હતું. ત્યારપછી તે શેઠ જિનશખર અને મુનિમજી સાથે હવેલીએ આવ્યા.
હવેલીમાં શેઠાણી સાથે વાતો થઈ. સૌ રાજી થયા. પછી વાણોત્તરે જિનશેખરને કહ્યું - બોલો શેઠ! શું વિચાર છે?
શેખર - મારા પિતાએ મોકલ્યો છે. મને જે પ્રમાણે કહ્યું છે. તે પ્રમાણે જોતાં જ મારી બેન શિયળવતીનું સગપણ કરવા તૈયાર છું. પેઢી પર અજિતસેનને સહુએ જોયો હતો. વિવાહની વાત પાકી થતાં, નોકરને પેઢીએ મોકલી અજિતસેનને બોલાવી લીધો.
ઉ પણ ભne .
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૫