________________
રહ્યો. વાતમાં રાત પૂરી થઈ. સવાર કયારે થાય? તેની રાહ જોતાં શેઠ પ્રાતઃકાર્ય પતાવી બેઠાં હતાં. પુત્ર અજિતસેન પણ પોતાનું કાર્ય પતાવીને પિતા પાસે આવ્યો. શેઠ તો પુત્રની રાહ જોઈને જ બેઠા હતા. વિવેકી પુત્ર પિતાને પગે લાગી સામે બેઠો. પિતાએ વાત શરુ કરી. આડીઅવળી વાતો કરીને શેઠ મૂળ વાત પર આવ્યાં. કહે છે - પુત્ર અજિતસેન !
અજિતસેન - બોલો પિતાજી શેઠ - સાંભળ! વાત કરવા જેવી નથી. છતાં કરવી પડે તેમ છે. પુત્ર - પિતાજી શું બોલ્યા?
પિતા - હા! ન સાંભળવા જેવું તને સંભળાવું છું. તારી સ્ત્રીની વાત છે. આજ મધ્યરાત્રિએ બધા જ ઉધતા હતાં. ને તારી પત્ની એકલી હવેલીનો દરવાજો ખોલી છાનીમાની બહાર ચાલી ગઈ. તેથી હું સાવધાન થઈ ગયો. હું જાગતો મારી પથારીમાં બધું જોયા કરતો હતો. ઘણીવાર પછી ચોરની જેમ પાછી ડેલી ખોલીને આવી. ને ચોર પગે ઘરમાં આવી પાછી સૂઈ ગઈ. આ વહુને ઘરમાં ન રખાય. તેમ વાત પણ બહાર ન કરાય. બોલ! તારી વહુના ચરિત્ર કેવા?
વાત સાંભળી અજિતસેન વિચારમાં પડી ગયો. કિં કર્તવ્ય ? કરવું? પત્નિ ઉપર અપાર પ્રીતિ છે. અને વિશ્વાસ પણ છે કે તે શિલવતી શિયળને પાળનાર છે. જ્યારે બીજી તરફ પિતાએ નજરે જોએલી વાત કહે છે - સત્ય શું?
- પિતા - બેટા! આવી સ્ત્રી પર સ્નેહ રાખવો નકામો છે. સ્ત્રી ચરિત્રને આપણે ન પહોંચીએ. હવે તો તેને જલ્દી પિયર ભેગી રવાના કરવી જોઈએ.
પુત્ર - પિતા! તમને ઠીક લાગે તેમ કરો.
પુત્ર પિતાની આજ્ઞાનું પાલન કરનારો હતો. પત્નીની વાત પિતા પર છોડી દીધી. પિતાના ચરણે નમસ્કાર કરી તે ચાલ્યો ગયો. શેઠ રત્નાકરે મનમાં જે વાત ઘડી હતી તે પ્રમાણે કરવા તૈયાર થઈ ગયો.
અજિતસેનનું મન ચકડોળે ચડ્યું. મન ઉદાસ છે. પિતાનું વચન કદી ઉલંધ્યું નથી. આ વાતે હૈયાને હચમચાવી દીધું. પિતા હવે શું કરશે? તે તો જ્ઞાની જાણે. સમય થતાં પુત્ર પેઢીએ ચાલ્યો ગયો.
જ્યારે આ તરફ રત્નાકર શેઠે શિલવતી વહુને કહ્યું - બેટા ! તમારા પિયરથી આજે રાત્રે સંદેશો આવ્યો છે. તમારી માતા માંદા પડ્યાં છે. કંઈક રોગથી ઘેરાયા છે અને મરવા પડ્યાં છે. તે દીકરીને મળવા બોલાવે છે. તમે તૈયાર થઈ જાવ. હું પણ સાથે આવું છું.
પિતા તુલ્ય સસરાની વાત સાંભળી શિલવતી દુઃખી થઈ. માતાની વાત સાંભળીને આંખે શ્રાવણ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૮