________________
આવો એમ કહી મોકલ્યો, ઇ કનક એક લક્ષ, તે પહોતો સતીધર સમીપ, ગુપ્ત રહો લહી લક્ષ. /
શીયનનો પ્રભાવ
-: દુહા :ભાવાર્થ:
અજિતસેન સૈન્યમાં જઈ પહોચ્ય.અરિમર્દન રાજાને મળી લીધું. પૂરી તૈયારી સાથે અરિમર્દન રાજાએ શુભ દિવસે પ્રયાણ કર્યું. કુસુમાટવી નામે જંગલના મેદાનમાં જઈને રાજાએ પડાવ નાખ્યો. સિંહ સામંતને ચરપુરુષો થકી સમાચાર મળતાં તે પણ સૈન્યથી પરિવરેલો અરિમર્દન રાજા સામે આવી ઊભો. નીતિના ધોરણે રણ સંગ્રામો થતાં. તેથી જ્યાં સુધી લડાઈની હાક ન પડે, ત્યાં સુધી સુભટો નિર્ભય પણે ફરતા હતા.
શુભવાર દિન નક્કી થયાં રણસંગ્રામ ખેલાયો.રાજા મંત્રીશ્વર મેદાનના છેલ્લે પોતાની છાવણીની બહાર રથને હાથી ઉપર બેઠા બેઠા, રણસંગ્રામ જોઈ રહ્યા હતા. વળી વચ્ચે વાતો પણ કરતા હતા. મંત્રીશ્વરના ગળામાં તાજાં ખીલેલાં ફૂલની માળા જોઈ રાજાએ પૂછ્યું - હે મંત્રીશ્વર ! આ માર્ગે આવતાં આ જંગલમાં આપણે કેટલા દિનથી આવી વસ્યા છીએ. મને આજે આશ્ચર્ય થાય છે. તમારા કંઠે વિકસિત ફૂલોની માળા કયા કારણે ધારણ કરો છો. જંગલમાં આવી નિત્ય નવી નવી માળ કયાંથી મેળવો છો?
અજિતસેન - હે રાજનું! આ ફૂલની માળાની વાત કરતાં મને શરમ આવે છે. માટે હે મહારાજા ! કૃપા કરીને મને ન પૂછોને? રાજા-વાજા ને વાંદરા - જે વાતની ના હોય, તે વાતને હા કરવામાં જ રાજી હોય. મંત્રીશ્વરનો જવાબ સાંભળી રાજાને વધારે કૌતુક થયું.
રાજા મંત્રીશ્વરજી ! આપણી પ્રીતિ અખંડ છે. આ પ્રીતિ વચ્ચે આંતરુ ન હોવું જોઈએ. અંતર વિનાની પ્રીતિ વધુ ટકે નહિ. તો શા માટે મારાથી જુદાઈ ? સાચી વાત મિત્રને કહેતાં શરમ શી?
રાજાના અતિશય આગ્રહે વળી અજિતસેન કહે છે - હે રાજનું! જે દિનથી આપની સાથે હું આવ્યો • તે દિનથી જે માળા મેં પહેરી છે. તે જ આ માળા છે. મેં બીજી માળા લીધી નથી ને પહેરી પણ નથી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ચંદ્રશેખર રવો શણ) -
३२८