________________
વધામણી આપી. હે મહારાજ ! વન ઉદ્યાનમાં ચઉનાણી મુનિ ભગવંત પરિવાર યુકત પધાર્યા છે. કર્ણપ્રિય સમાચાર સાંભળી રાજા આનંદ પામ્યો. ઉદ્યાનપાલકને રાજી કરી રવાના કર્યો. રાજા પરિવારને લઈને ગુરુભગવંતને વંદવા ઉદ્યાનમાં આવ્યો.
ચારેય મંત્રીઓએ પણ ગુરુ ઉપદેશ સાંભળ્યો. વૈરાગ્ય પામ્યા. આ તરફ શિયળવતી-અજિતસેન પણ ગુરુ સમીપે આવ્યાં. સૌ એ ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળી ઘણા રંજિત થયા.
શિયળવતી અને અજિતસેને ગુરુ મહારાજને વિનંતિ કરી. પોતાના દીક્ષાના ભાવ જણાવ્યાં. યોગ્યતા જાણી જ્ઞાની ભગવંતે દીક્ષા આપી. સંયમ શુદ્ધતર આરાધી, બંને જીવો પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી નરભવ લહી, રાજકુળમાં ઉત્પન થશે. ત્યાં પણ ચારિત્ર અંગીકાર કરશે અને સકલકર્મનો ક્ષય કરી સિદ્ધિ પદને પામશે.
ચઉનાણી મુનિનો ઉપદેશ સાંભળી ચાર મંત્રીઓ પણ સંસારથી વિરક્ત પામ્યા. વૈરાગી ચાર મંત્રીઓએ તે જ વખતે ચાર જ્ઞાનના ધણી-ચઉનાણી મુનિ ભગવંત પાસે સંયમ ગ્રહણ કર્યો. ગુરુનિશ્રામાં સંયમને સાધતાં ગુરુ સાથે વિહાર કરતાં, ગુરુકુળવાસમાં જ્ઞાન ધ્યાનને સાધતાં શ્રુતસિદ્ધાંતોના પારગામી થયા. ચારેય મુનિવરો ગુરુકૃપાથી બહુશ્રુત થઈ પૃથ્વીતળેને વિષે વિચારતા હતા.
હે ચંદ્રકુમાર ! તે જ ચાર મુનિઓ તારી સામે ઉપસ્થિત છે.
કુમાર તો મુનિમુખથી મુનિજીવનની અદ્ભુત વાતો સાંભળી ઘણો જ આશ્ચર્ય પામ્યો. મુનિ ભગવંતોના વૈરાગ્યને મનમાં વખાણતા આનંદ પામ્યો. મુનિને કહે છે - હે ભગવંતો ! આપે તો સંસારની વેલડીને લીલામાત્રમાં ઉખેડી નાખી. આપ તો ભવસમુદ્ર તરી ગયા. અમે તો સંસારમાં ખૂચ્યાં. અમારો જ્યારે વિસ્તાર થશે? આ પ્રમાણે ગુરુની સ્તવના કરતાં કુમારે ગુરુની ભકિત પણ કરી.
ગ્રંથકાર કહે છે અપાર સંસારમાં સુસાધુની સંગતિ પૂર્વના મહાન પુણ્યોદય હોય તો જ થાય છે.
ત્રીજા ખંડની સત્તરમી ઢાળ પૂર્ણ કરતાં કવિરાજ કહે છે કે જે આ રાસ સાંભળશે, તેના ઘરે હંમેશા મંગળમાળ હશે.
ત્રીજો ખંડ પૂર્ણ
(કળશ) શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ, શેરડીના ખંડની જેમ મધુરતા ભર્યો છે. શ્રી શુભવીરવિજયજી ગુરુમુખથી જે વાણી સાંભળી. તે વાણી સાકર દ્રાક્ષની જેમ અમૃતરસથી ભરેલી છે. આ પ્રમાણે ત્રીજો ખંડ સત્તર ઢાળથી પૂર્ણ કર્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪૦