________________
ને તમે અહીં આવી ચડ્યા. તે પણ જાણ્યું. રાજનું! સંસારના સુખો મધુબિંદુ સરખાં છે. સંસારમાં યુગોના યુગો પસાર થઈ જાય તો પણ તે સુખને માણતાં જીવોને તૃપ્તિ થતી નથી. મધુબિંદુમાં આસક્ત બની આ ભવરૂપી કૂવામાં પડે છે.
પણ જો પુણ્યથકી સદગુરુનો ઉપદેશ સાંભળવા મળી જાય તો માન - અભિમાન કરતા નથી. સરલ બની પરમાત્માના ધર્મને આદરે છે.
મધુબિંદુનું દ્રષ્ટાંત સમજાવતાં ગુરુ કહે છે “વિમાને નવિ ચઢે” દેવવિમાન મનુષ્યને લેવા આવે છે પણ મધુબિંદુ - ભવરૂપી કૂવો વડલાની એક ડાળ કૂવામાં લટકે, તે ડાળીએ મનુષ્ય ટીંગાયો. કૂવામાં અજગરો ફૂંફાડા મારે ઉપર ડાળીને ઉંદરમામા કાપી રહ્યા છે. તે ડાળીની ઉપર મધપુડો જામ્યો છે. તેમાંથી મધુબિંદુ પડે તેને ચાખવા લટકતો પેલો માનવ મોં ફાડીને ઊંચું જોઈ રહ્યો છે. ત્યાં દેવવિમાને આવી દવ કહે છે, રે ભાઈ! તું લટકી રહ્યો છે. તેને બચાવવા આવ્યો છું. ચાલ! દેવવિમાનમાં લઈ જાઉં. પણ વિષયમાં આસક્ત મધુના રસનો
સ્વાદ ચાખવા માટે શું કહે છે? આ બિંદુ. જો મારા મુખમાં પડે પછી આવું! બને ખરું ! આ મનુષ્ય વિષયરસમાં આશિક વિમાને ચઢતો નથી. અને પોતાનું જીવન ત્યાં જ પૂરું કરી નાખે છે. વળી કહે છે કે - જેમ વણિકની નારી.. એક વાણિયાની સ્ત્રી પોતાની નણંદ ઉપર દ્વેષ ઘણો કરતી હતી. તે જોઈ તેનો ભાઈ દુઃખી થતો હતો. સમય થતાં બેનને સાસરે વળાવી દીધી. એકદા બેન પિયર આવે છે. ભાભી તો વેષીલી છે. ભાઈ પોતાની બેનને સુખી કરવા કપટ કરે છે. વહુને કહે છે “તારા પિયરથી સંદેશો આવ્યો છે તેઓનું ધન બધું નાશ પામી ગયું છે. તેથી આપણે અહીંથી બધું મોકલવાનું છે. આ સાંભળી પત્ની તો રડી પડી. આશ્વાસન આપતાં તે વાણિયો કહે છે કે રડવાથી શું? શું મોકલવાનું છે? તે કહે..
: પ્રાકૃત ભાષાઃ “ઘઉંનું ગાડલું સાળા સાટે સમૂળગુ ગયુ" હે સ્વામી ! ગાડું ભરી ઘઉં, ગોળની ગોળી, દૂધ આપતી આપણી મુંજડી ગાય, તેની વાછરી, વગેરે વગેરે મોકલવું છે. પતિ ગાડું લઈ આવ્યો, જે કહાં તે બધુ ગાડામાં ભર્યું બેન તો ઘેર આવી હતી. તે તેના ઘેર જવા નીકળી. અને પછી આ ભાઈ ગાડું ભરીને વહુના પિયરે આપવાનું કપટ કરી નીકળ્યો. ગામની બહાર જઈ બેનને ગાડામાં બેસાડી. ગાડું તથા ભરેલી વસ્તુ સાથે બેનને સાસરે જઈ મૂકી આવ્યો.
સાચી વાતની જાણ થતાં પત્ની ઘણું રડી. આઈજીને ચિંવ્યું..”
આમ નણંદ માટે ખરાબ ચિંતવ્યું. તે બધું નણંદને માટે સારું થયું. પિયરીયા માટે ચિંતવેલું તે નણંદ માટે થયું.
(શી ઢોષ માનવો પાસ)
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪૮