________________
વહુના ભાઈને તો કંઈ જ ન મળ્યું. વળી બધુ જ ઘરમાંથી ગયું. હે સંસાર રસિક જીવો! મોહમાં મુંઝાતા જીવોની શી કથા કરવી ! વિષયોમાં મસ્ત બની જીવાત્માઓ યૌવનકાળમાં મદમાં મસ્તાન બની સાતે વ્યસનોને સેવતાં આખરે એમને નરકની વેદના સહન કરવી પડે છે. આ બધો અભિમાન ત્યજી સંસાર છોડી, સાધુ થયો. આગાર છોડી હું અણગાર બન્યો. ઘર છોડી વનવાસ લીધો. નાની વયમાં સંસાર છોડી સંયમ ગ્રહણ કર્યો.
મુનિભગવંતની વાણી સાંભળી, કુતૂહલપ્રિય ચંદ્રકુમાર પૂછે છે - હે ભગવંત! આ રાજા કોણ છે? વળી તેના નિમિત્તે આપે શા માટે સંયમ રહ્યો?
ચંદ્રકુમારની વાત સાંભળી તે મુનિ ભગવંત કહેવા લાગ્યા - હે વિદ્યાધરપતિ ! સાંભળો ! આ જગતમાં સ્ત્રીઓથી મોહ પામેલા મૂઢ જીવોની વાત કહું છું.
જયપુર નામે નગર છે. જયરથ નામે રાજા રાજ્ય કરે છે. દત્ત નામે મહામંત્રીશ્વરને સંતાનમાં એક પુત્રી હતી. તેનું નામ શણગારસુંદરી હતું. અપ્સરાના રૂપને હરાવે તેવું તેનું રૂપ રહેલું છે. એકની એક દીકરી - માતપિતાને ઘણી જ વ્હાલી હતી. અતિશય લાડને કારણે મંત્રી દીકરીના સંસ્કારથી જતન ન કરી શક્યા. મોઢે ચઢાવેલી પુત્રી મોટી થતાં ઘણી ઉધ્ધત બની. યુવાવસ્થા પ્રાપ્ત થતાં માતપિતા પણ હવે કંઈ જ કહી શકતા નથી. યુવાની દિવાની બનતાં ગમે તે ચેષ્ટા કરતી હતી. ચતુર અને વાચાળ શૃંગારસુંદરી ઘર આંગણે ખેલતી હતી. સ્વતંત્ર અને સ્વચ્છંદી પ્રધાનપુત્રી મનફાવે ત્યાં ફરવા લાગી. માર્ગે જતાં પુરુષોને ઊભા રાખતી. નયનબાણો ફેંકીને સતાવતી હતી.
જેમ કે ઝાડે ઝાડે ઠેકતો વાંદરો હોય, તેને દારૂ પીવડાવવામાં આવે તો શું થાય? વળી તે વાંદરાને વિછીનો ડંખ આપવામાં આવે તો? તોફાન કરવામાં બાકી રહે. વળી જો ભૂત વળગે તો પછી તે વાંદરો શું ન કરે? તે જ પ્રમાણે પ્રધાનપુત્રી ઉધ્ધત તો બની ચૂકી છતાં માતપિતા કશું જ કહી શકતા નથી. હવે તો નગરની શેરીઓમાં બની ઠનીને પુરુષોને સતાવવા લાગી. પોતાની પૂંઠ ને કમરને લચકાવતી-શરીરને ગમે તેમ નમાવતી હતી. મનફાવે તે પુરુષોને પકડી ઊભા રાખીને વાતો કરવા લાગી. ગમે તેમ વર્તન કરતી, વળી હસાવતી ને હસતી. દિન-રાત ગમે ત્યાં ભટકતી. કોઈ રોકટોક કરનાર ન હતું. રાત્રિએ પારકા ઘરમાં જવા લાગી. ઘરની બારીએ ઊભી ઊભી પાન-સોપારી મંગાવતી. શેરીના નાકે ઊભી, જતાં આવતા પુરુષના હાથ પકડતી, વળી પહેરેલા વસ્ત્રો પણ પકડી નટખટ નયનો નચાવતી ને બીજા ઉપર કાંકરા મારતી હતી. ઈશારા કરી, તાળી બજાવતી, વળી હાથ ઊંચા નીચા કરતી હવેલી દ્વારે ઊભી ઊભી જાતજાતના નખરા કરતી હતી. પોતાના શરીરનાં અંગોને નચાવતી હતી.
વળી - મોચણ - કંદોઈ કુંભારણ હજામડી, સોનારણ વગેરે તેની સખીઓ હતી. આ સખીઓના
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪૯