________________
૭. કૂતરી પાળેલી છે, પણ હજુ તેને ખાવા આપ્યું નથી. ભૂખી થઈ છે. તેથી તે પૂંછડી પટપટાવતી પેટ
દેખાડતી ફર્યા કરે છે. પાલી નામની જૂ (જૂ ની જાતમાં એક જાત) માથામાં નથી. તેથી માથામાં ફૂલની વેણી ધારણ કરી છે. નગરીની દાનશાળામાં દાન દેવાની પાલી (વારી) આજે નથી. તેથી સત્રના ઘરે દાન આપે છે. હું ઘરથી નીકળી ખેતરે ભાત દેવા આવતી હતી. ત્યારે આપણા પાડોશી તે ગાડું લઈને જઈ રહ્યો હતો. તેણે મને જોઈ કહો કે મારું ગાડું તમારા ખેતર ભણી જાય છે તો બેસી જાવ. માટે હું બેસીને
આવી છું. તેથી પગપાળી આવી નથી. માટે થાકી નથી. તેથી હું ઘણી જ સ્વસ્થ છું. ૧૧. સરોવરમાં પાણી ઘણાં ભર્યા છે પણ પાળી નથી, પાળ બાંધી નથી. તેથી પાળ વિનાનું સરોવર કિનારો
ફાટતાં અહીંયા પાણી ઘણું આવ્યું છે. ૧૨. કાનમાં પાળી (કાણું પાડીને વિંધાવવું તે) નથી. તે કુંડલ કયાંથી પહેરી શકાય? માટે કુંડળ ધારણ
કર્યો નથી. ૧૩. રસ્તામાં આવતા પાળી (નિશાની-હજામની કોઈ ન હતી) ન દેખાઈ. પાળી વિનાનું ઘર પણ ન જોયું.
તેથી નાપિત-હજામનું ઘર મારા જોવામાં ન આવ્યું. ૧૪. મેં સાડી આખી પહેરી નથી. તેથી પાલવની પાળી (ખોળો) નથી. તો ફળ કયાંથી ધારણ કરું? મીઠા
ફળ કેવી રીતે હું ધારણ કરું? ૧૫. બકરીઓ બધી લાઈન (પાળી-શ્રેણી) માં નથી. કારણકે સવારે બકરીઓ પોતપોતાના માલિકના ઘરેથી
જુદી જુદી દિશાએથી ચાલી આવતી હતી. ગામના ગોંદરે ભેગી થઈ તો જુદી જુદી જગ્યાએથી આવેલી બકરીની ગણત્રા કયાં કરવી ? માટે બકરીઓની મેં સંખ્યા ગણી નથી.
આ પ્રમાણે કુંવરે “પાલી નથી” જવાબમાં દરેક પ્રશ્નોનો અર્થ ઘટાવ્યો. તે સાંભળી હર્ષ પામેલી રતિ અને પ્રીતિ બંને રાજકુંવરીએ કુમારના ગળામાં વરમાળા આરોપી.
કુમારના પ્રબળ પુણ્યપ્રભાવે આકાશમાં આવેલા દેવોએ ફૂલની વૃષ્ટિ કરી અને જયનાદ બોલાવ્યો. તરત જ રાજસભામાં દેવ-દેવીઓ આકાશમાંથી ઊતરી આવ્યાં. તે પ્રગટ થતાં સહુ સભાજનો હર્ષ પામ્યા. દેવીશક્તિએ રાજસભામાં મણિમોતી જડેલી સોનાની ચોરી બનાવી. સોહામણો મંડપ બંધાવ્યો. જેના સાનિધ્યમાં દેવ દેવીઓ હોય ત્યાં વાર શી લાગે? માત્ર ઈચ્છાનો વિલંબ હોય.
જયરથ રાજાએ પોતાની બંને કુંવરીઓને મહામહોત્સવથી લગ્નવિવાહ કર્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૬