________________
-ઃ દુહા ઃ
ભાવાર્થ :
જયરથ રાજા પોતાની બંને કુંવરીના લગ્ન કરી વિરામ પામ્યો. શૃંગારસુંદરીનું ચરિત્ર મુનિભગવંત પાસેથી સાંભળ્યું. ત્યારથી વૈરાગી થયેલો જયરથ શૃંગારસુંદરીને બોલાવે છે. શૃંગારસુંદરી રાજા પાસે આવી. જયરથ કહે છે - રે ! શૃંગારસુંદરી ! તમારા ચરિત્ર જાણ્યાં-સાંભળ્યાં. તે સાંભળવા થકી મને આ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. હવે તમે આજથી તમારા પિતાને ઘરે જઈ રહો. મારે તમારી જરૂર નથી. તમે હવે અહીં રહેવાને લાયક નથી. આ પ્રમાણે કહીને એકલી શૃંગારસુંદરીને પિયેરની વાટે મોકલી દીધી. વાત તે બંને સિવાય બીજું કોઈ જાણતું નથી.
તે
હવે ચંદ્રશેખર અને જયરથ રાજા બંને સાથે જ રહે છે. કુમારની સાથે જ્ઞાનગોષ્ઠી કરતાં આનંદમાં ઘણા દિવસો પસાર કરે છે. શાસ્ત્રની વાતો કરે, કયારેક આનંદપ્રમોદની વાતો કરે. આ રીતે આરાધનામાં રહેતાં ઘણો કાળ ચાલ્યો ગયો.
કહ્યું છે કે સુજ્ઞ-સજ્જનો પોતાનો સમય શાસ્ત્રની વાતોમાં, પ્રભુનાં ગીત-ગાનમાં, આનંદથી પસાર કરે છે. તો મૂર્ખ અને ગમાર લોકો નિદ્રા-કલહ-નિંદા-વિકથા કરવામાં સમય પસાર કરે છે.
જ્યાં જ્યાં બે-ચાર પંડિતો ભેગા થાય ત્યાં ત્યાં ધર્મની, શાસ્ત્રોની સારી સારી વાતો કરે, અને સાંભળવા
પણ મળે.
જ્યાં જ્યાં બે-ચાર કે સાત મૂર્ખ ભેગા થાય ત્યાં ત્યાં વિકથાની વાતો કરે છે. જો વાત વિણસે તો અંદરોઅંદર એકબીજાને મારવા પણ ઊભા થાય છે અથવા અંદરો અંદર લાતોલાત પણ મારે છે.
એક તિ રાયને શીતજળા નદી તારુ લોકની
ન
જાણે 'વસુમતિ
-: ઢાળ-3 :
(દેશી - ચોપાઈની..)
ચંદ્રકુમાર, કેલિ કરતા આવ્યું પુર, લોક જુવે યાલે હામ, ઉછળે જળ ડુબાડશે, શ્રી-ફળ લેઇ પૂજન
ચાલ્યા પુર બહાર, બહુલા રહી દૂર. ||૧|| કલ્લોલ ઉદ્દામ,
ધસે. ll
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૬૩