________________
ખરેખર ! આ કુંવરીઓ ઘણું ભણેલી છે. તેમની પાસે જ્ઞાનરૂપી મનનું મોટું સરોવર છે. તે સરોવરના તળિયાનો તાગ કોઈ પામી શકતું નથી.
આ સભામાં ચંદ્રકુમાર બધાથી જુદા તરી આવતા હતા. મુખ ઉપર તેજસ્વીતા ઝળહળતી હતી. જાણે સાક્ષાત્ બીજો સૂર્ય ન હોય તેવા દીપતા હતા. બંને રાજસુતા કુમારને જોતાં જ અતિશય સ્નેહ ઉત્પન થયો. સ્નેહના કારણે કુમારની ઉપર રાગવાળી થઈ. આનંદથી કુમારને પોતાના પ્રશ્નો હસતાં હસતાં પૂછવા લાગી. સહુથી જુદા જ શોભતા દેવ સરખા રૂપવાળા કુમારનો જવાબ શું છે? તે સાંભળવા સહુ આતુર હતા.
કુમારને જે પ્રશ્ન પૂછાયો હતો તે આ પ્રમાણે.. “હે રાજવંશી કુમાર ! ભરડા નામનો બ્રાહ્મણ ઘણાં શાસ્ત્રો ભણ્યો. તે ભણી શાસ્ત્ર વિશારદ થયો. પણ વારસામાં મળેલી પિતાની જમીનની વાવણી કરવાનો ભરડાને શોખ ઘણો હતો. ખેતીવાડી સંભાળતો આનંદથી જિંદગી જીવતો હતો. આ બ્રાહ્મણને પત્ની પણ ઘણી ભણેલી હોંશિયાર હતી. તેનું નામ યમુના હતું. પણ નસીબ યોગે પુણ્યથી તે પાતળી હતી. છતાં સમજુ અને શાણી હતી.
બપોરનો સમય થતાં સ્વામી માટે ભાત લઈને આવી છે. ભાતમાં ખીચડી અને છાશ.
હે પરદેશી રાજકુમાર ! ભરડાએ આવતી પત્નીને પંદર પ્રશ્નો પૂછ્યા. ભણેલી યમુનાએ તેના જવાબ પણ સાચા આપ્યા. એ પ્રશ્નો અમે તમને પૂછીએ છીએ. તેના આપ જવાબ આપીને અમારો સંશય દૂર કરજો. પ્રશ્નો- ૧. આજે ખીચડી વધારે શા માટે રાંધી? ૨. છાશમાં મધુરતા મીઠાશ ઓછી કેમ છે?
તારા શરીરમાં આજે સ્વસ્થતા છે? મધ્રુવતી આપણી પાડોશણ ઘરે છે? મહિલી સગર્ભા છે? આજે તમે કંકોડાં (શાકમાં) આખાં કેમ તળ્યાં છે?
આપણી આ કૂતરી પેટ કેમ દેખાડે છે? ૮. હે સ્ત્રી ! આજે તમે માથે વેણી કેમ સજી છે? ૯. આજે સત્રાગારમાં દાન કેમ આપે છે? ૧૦. શું આજે તમે ચાલીને આવ્યાં તો પણ થાક લાગ્યો નથી? ૧૧. આજે અહીંયાં ઘણું પાણી કેમ આવ્યું? ૧૨. તમે કાનમાં કુંડળ કેમ ધારણ કર્યા નથી?
–
૪
છે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩પ૯