________________
૧૩.
રસ્તામાં આવતાં હજામનું ઘર જોયું ?
૧૪.
આ મીઠાં ફળો તમને પ્રેમથી આપું છું. તમે લેશો ?
૧૫.
આપણા નગરની બહાર બકરીઓનું મોટું ટોળું છે, તે કેટલી છે ?
'
હૈ કુમાર ! આ અમારા પંદર પ્રશ્નો. પણ શરત અમારી એ છે કે બધા પ્રશ્નનો જવાબ એક શબ્દમાં આવે વા એક પદમાં આવે. યમુના સ્ત્રીએ જે જવાબ સ્વામીને આપ્યો તે જ જવાબ આવવો જોઈએ.
બંને કુંવરીની વાત સાંભળી તરત જ કુમારે જવાબ આપ્યો. કુમાર - હે રાજસુતા ! તમારા પંદર પ્રશ્નોનો જવાબ એકપદમાં “પાલી નથી”
કુંવરી - ધન્યવાદ, ધન્યવાદ ! કુમાર તમને ધન્યવાદ.
બંને કુંવરી પિતા સામે જોઈને કહેવા લાગી - પિતાજી ! પરદેશી કુમારે પંદર પ્રશ્નનો જવાબ જે ‘પાલી’ આપ્યો. તે સાચો છે.
માર્મિક જવાબ સભાસદો સાંભળી એક બીજાનાં મોં જોવા લાગ્યા. કંઈ જ સમજ ન પડી. અને ઘડીભર સ્તબ્ધ થયા.
રાજા - કુમાર ! જવાબ સાચો છે. પંદર પ્રશ્નો સભાને સમજાવો.
કુમાર - રાજન્ ! આપ સૌ સાંભળો.
પહેલો જવાબ, ખીચડી રાંધવા માટે દાળ-ચોખા માપવા માટે પાલી (માપ માપવાનું સાધન) ઘરમાં ઘણી જ શોધી. ન જડી. તેથી માપ વિનાની ખીચડી ઘણી રંધાઈ.
૧.
૨.
૩.
૪.
૫.
S.
બોરડી બાવળની પાલી નથી. તેથી બકરીએ `ાધું નથી. તે કારણથી દૂધ મીઠું ન આપ્યું. જે કારણે તે દૂધના દહીંની છાશમાં મીઠાશ કયાંથી હોય ?
આજે મને તાવની પાળી (તાવનો વારો) નથી. તે કારણે મને તાવ આવ્યો નથી. માટે મને શરીરમાં સ્વસ્થતા છે.
પાલીબેન નામનાં મારા પડોશણ નથી.
પાલી નામની ભેંસ સગર્ભા છે.
ઘરમાં છુરી કાતર ચપ્પુ પાલી ન જડી. જે કારણે કંકોડાં શેં સુધારાય ? ચપ્પુ ન જડતાં કંકોડાં આખાં જ તેલમાં તળ્યાં.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
३६०