________________
તારી ઊંચી નજર પડી. તેં શું જોયું ? તારી તે કુછંદી રાણી અને શેઠને જોયા. તે જોતાં જ તને શંકા થઈ તે અહીંયાં કયાંથી ? તે ખાત્રી કરવા તરત જ તું તારા મહેલે પાછો ફર્યો. તને પાછો ફરતો જોઈ ચાલાક શૃંગારસુંદરી શેઠ પાસેથી જલ્દી રવાના થઈ, સુરંગ વાટે મહેલમાં, તું પહોંચે તે પહેલાં તે પહોંચી ગઈ. ઝરુખે જઈ બેઠી. તું પહોંચ્યો તેને જોઈ. તારી શંકા દૂર થઈ. તને થયું કે મારી રાણી તો અહીં જ છે. મેં ત્યાં જોઈ તે તો બીજી હશે. વિશ્વાસ વધુ પાકો બન્યો. અને તું ઘણો જ હરખાયો.
વળી, એકદા રાજમાર્ગે જતાં તે રાણી બીજા કોઈ પુરુષના સંગે જતી જોઈ. ત્યાં પણ તેં થાપ ખાધી. તું છેતરાયો. અસતી રાણી તને મહાસતી દેખાણી. રાજમાર્ગથી મહેલમાં આવ્યો. તો તારી રાણીને તેં શય્યા પર ઊંઘતી જોઈ. આ વખતે રાજાએ રાણીને બધી જ વાત કરી શંકા દૂર કરી. તેનો લાભ લઈ રાણી તને કહેવા લાગી. હે સ્વામીનાથ ! તમે મને એકલી મૂકીને કયાંયે ન જતા. મને ગમતું નથી.
આમ કહીને તે રડવા લાગી. વળી કહે છે તમે જાવ છો જ્યારે, ત્યારે હું ધતુરાનું ભક્ષણ કરું છું. મને ખાવાનું ભાવતું નથી. શૃંગારસુંદરીની વાત સાંભળી; ત્યારે તને તેની વાત સાચી લાગી. તે વેળાએ તેં પણ પ્રશ્ચાતાપના આંસુ સાર્યા. પણ તારી તે કુલટા રાણીનું હૃદય ન પીગળ્યું.
એકદા તમે દંપત્તી વનક્રીડા કરવા ઉદ્યાનમાં ગયાં. ત્યાં લતામંડપમાં રાત્રિએ સૂતાં હતાં. કોઈ સર્પ આવી, તે સુંદરીને ડંસ્યો. ડંખની સાથે તે જાગી ગઈ. બૂમો પાડવા લાગી તે વખતે તરત ઘણા ઉપચારો કર્યા. પણ ઝેર ન ઊતર્યુ. તેણીની મૂર્છા પામી. તું ઘણો દુઃખી થયો. સવાર થતાં ત્યાં ઘણા લોકો ભેગા થયા. રાજવૈદ્ય આવ્યા. ગારુડિક પણ આવ્યો. સર્પનું ઝેર કોઈ ન ઊતારી શકયું. મરેલી સમજી. હવે તેને અગ્નિદાહ દેવાની તૈયાર કરી. ત્યારે તું પણ તેની સાથે કાષ્ટભક્ષણ કરવા તૈયાર થયો. નગરજનો-રાજપરિવાર આદિ સૌ તને વારતા હતા પણ તું ન માન્યો. પ્રજા સૌ રડતી હતી.
તે અવસરે આકાશમાર્ગે કોઈ એક વિદ્યાધર જતો આ દ્દશ્ય જોઈ તરત નીચે આવ્યો. દયાજનક સ્થિતિ જોતાં રાજાને મરતાં રોકયો. વિદ્યાના બળે મંત્ર ભણી, પાણી છાંટતા, તેનું ઝેર ઊતરી ગયું. વળી બરાબર સજ્જ થઈ. રાણી સજીવન થતાં સૌ નગરજનો આનંદ પામ્યા. કારણ કે પોતાનો રાજા બચી ગયો. રાણીને તો સહુ ઓળખતા હતા. રાજાએ ખેચરનો સત્કાર કર્યો. હાથ જોડી નમસ્કાર કરી ખેચરને રજા આપી. તે પોતાના માર્ગે ચાલી ગયો.
વળી બીજા દિવસે પણ જંગલમાં રહ્યો. આખો દિવસ વનક્રીડા કરી. રાત પડતાં વળી તે લતામંડપમાં સૂતાં. હે રાજન્ ! તું થાક્યો તરત ઊંઘી ગયો. પણ તારી રાણી જાગતી હતી. તે વેળાએ બે દિવસથી પોતાના જાર ધનંજયને ન જોતાં તે તારી રાણી જાગતી હતી. તેવામાં ધનંજય શેઠ તારી રાણીની પાસે આવ્યો. રાણી જોતાં જ આનંદ પામી. હરખે કહેવા લાગી - હે દેવ ! રાજા તો ઊંઘી ગયો છે. તે જ અવસરે તમે આવ્યા.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૫૧