________________
ઘણું સારું થયું. આપણા સુખને માટે જ રાજા ઉંઘી ગયો. આપણે અહીંથી બીજા કોઈ નગર કે દેશમાં ચાલ્યા જઈએ.’ ધનંજય કહે - હે ભોળી સ્ત્રી ! સાંભળ ! રાજા જીવતાં આપણે પરદેશમાં સુખે રહી ન શકીએ. આપણી શોધ કરશે. તો બંનેને જીવતા નહિ રાખે.
તે સાંભળી શૃંગારસુંદરીએ રાજાની પાસે પડેલી તલવાર હાથમાં લીધી. મ્યાનમાંથી બહાર કાઢી રાજાને હણી નાંખવા ઉગામી. પણ તારું આયખું બળવાન. તરત ધનંજયને સારો વિચાર આવતાં તલવાર હાથમાંથી લઈ લીધી. અને હે રાજન્ ! ધનંજયે તને બચાવી લીધો. ત્યારપછી ધનંજય મનમાં વિચારે છે કે ગઈકાલે પ્રાણપ્રિયાની પાછળ પ્રાણ આપવા તૈયાર થયેલો રાજા, આજે આ રાજાની એટલે પતિની દશા જો પત્ની આ પ્રમાણે કરે તો, તો આ દુષ્ટ બુધ્ધિવાળી આ સ્ત્રી કાલે મારી પણ શી દશા કરે. શું કહેવાય ? તે રાજાની રાણી જો રાજાની ન થઈ તો મારી કેમ રહેશે ? સમજ આવતાં ધનંજયે સાચી વાત રાણીને ન કહી. જો જાણશે તો વિફરેલી વાઘણ મહા અનર્થ કરશે.
આ પ્રમાણે સમજી. ધનંજયે રાણીને કંઈક બીજી રીતે સમજાવી, આડી અવળી વાતો કરી. પછી તેના પંજામાંથી તે છટકી ગયો. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે જંગલની વાટે નીકળી ગયો. પુણ્યોદયે માર્ગમાં મુનિ મળ્યા, સંયમ ગ્રહણ કર્યો.
જ્યારે રાજા તું અને તે રાણી સવાર થતાં નગરમાં ચાલી આવ્યાં.
વંઠેલી સ્ત્રી સાથે વિલાસને ભોગવતાં તારા ઘણા વર્ષો વીતી ગયાં. તે ધનંજયમુનિ દુષ્ટ કર્મ છેદવા ગુરુનિશ્રાએ કઠિન તપ-જપ-જ્ઞાન-ધ્યાન આદર્યા. તે પ્રકૃષ્ટ ધર્મની આરાધનાએ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અને એ જ ધનંજયમુનિ અવધિજ્ઞાની તમારી સામે બેઠા છે.
હે રાજન્ ! તે પછી કોઈ તારા દુશ્મને વક્રગતિ અશ્વની ભેટ તને ધરી. તે ઘોડા પર બેસી તું ફરવા નીકળ્યો. અને તે ઘોડા થકી તું અમારી પાસે આવ્યો.
ચારિત્રનું નિમિત્ત આ રાજા છે. તે જાણી સૌ આનંદ પામ્યા. ત્યારપછી ચંદ્રકુમારે પૂછ્યું - હે મુનિ ! તે સ્ત્રી મરીને કયાં જશે ?
મુનિ - તે શૃંગારસુંદરી મરીને નરકમાં જશે. ત્યાંથી પણ નીકળી ઘણા ભવ રખડશે.
ચંદ્રકુમાર મુનિભગવંતની પાસેથી વાત સાંભળી આનંદ પામ્યો. ત્યારે જયરથ રાજા પૂછે છે - હે ગુરુભગવંત ! મારી શી ગતિ થશે ? આવતા ભવે હું કયાં જઈશ ?
ગુરુ કહે - હે જયરથ રાજા ! ચિંતા ન કરો. તમે આ ભવમાં જ મુક્તિ પામશો.
ન
પોતાની મુક્તિ સાંભળી જયરથ રાજા ઘણો હર્ષ પામ્યો. આ પ્રમાણે ચોથા ખંડની પ્રથમ ઢાળ પૂરી કરતાં કહે છે, વિવેકી સજ્જનો ! આ કથા સાંભળી વિષય-કષાયને દૂર કરજો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૫૨