________________
વ્યા કુંવરે
કરી મુજ
વિયતે
ઘર ચલો, મ મોકલે, સંગ
કરો હતા
ચાયતા જે
ભંગ, સંગિ. (૧all
૧ - લાવણ્ય, ર - આકાશે.
જયરથ રાજાનો વૈરાગ્ય
- દુહા :
ભાવાર્થ :
મુનિભગવંત પાસેથી પોતાની પૂર્વકથા સાંભળી જયરથ રાજા આશ્ચર્ય પામ્યો. ચંદ્રકુમાર પણ આ સ્ત્રીચરિત્ર સાંભળી ગદ્ગદિત થયો. સંયમ માર્ગે ગયેલા ધનંજય મુનિની વાત સાંભળી પ્રભાવિત થયો.
હવે જયરથ વિચારે છે કે અહો ! અહો ! ભવ રૂપી નાટ્યશાળામાં વિષયોને ધિકકાર હો ! આવા સાચા સ્વરૂપને બતાવનાર આ સંસારમાં ત્યાગી મહાત્માઓ છે. મહાત્માનો ઉપદેશ સાંભળ્યા પછી હવે સંસારમાં કોણ રખડે? રે! રે ! આ નારીની સંગે અતિશય રાગમાં હું મૂઢ બન્યો. મેં સારાસારનો વિચાર ન કર્યો. દોહિલો માનવભવ મારો નિષ્ફળ ગયો. પટ્ટરાણી ત્યજી નીચ નારીના મોહમાં ફસાયો. હે ગુરુદેવ! હવે મારો ઉધ્ધાર કરો. મને સાચી વાત સમજાઈ. આપે મને જીવનદાન આપ્યું છે. હવે મારા આત્માનું કલ્યાણ કરો. મારો ઉધ્ધાર કરો. પાંચે ઈન્દ્રિયોના વિષયો તથા રાજ્ય છોડી દઈને, હવે સંયમમાર્ગે આવવું છે. આ મારો નિશ્ચય છે. આત્માનું શ્રેય કરવા હું તૈયાર છું.
હે દયાનિધિ ! મારો આ નિર્ધાર છે. પણ. પણ. મારે વનમાળા નામની પટ્ટરાણી છે. કુલવાન પટ્ટરાણીને મેં છોડી દઈને, કાચના ટુકડા સરખી શૃંગારસુંદરીના રાગમાં રડવડ્યો. મારી પટ્ટરાણી વનમાળાને બે કન્યા છે. તેમાં એક કન્યાનું નામ રતિસુંદરી, બીજીનું નામ પ્રીતિસુંદરી. સાક્ષાત્ કામદેવના ઘરની બે સ્ત્રીઓના રૂપને હરાવે, તેવી મનોહર છે. લાવણ્ય અને લીલાનું ધામ જોઈ લ્યો. રૂપમાં કળામાં-ગુણમાં કયાંયે ઊતરતી નહિ. સકલ શાસ્ત્રમાં પાર પામી છે. પ્રાકૃત-સંસ્કૃત શાસ્ત્રમાં તથા શબ્દવેધ આદિમાં વળી અનેકાન્ત ધર્મમાં નિપુણતા મેળવી છે. સ્ત્રીઓની ૬૪ કળાને જાણનાર તેણીના યોગ્ય વરની સાથે લગ્ન કરી દઉં. તો મને અત્યંત સુખ થાય. મારી બંને પુત્રીઓ ચતુર-સુજાણ છે. પારખુ કર્યા વિના જો મૂરખની સાથે પરણાવી દેવામાં આવે તો તેઓનો જન્મારો ઝૂરી ઝૂરીને પૂરો થાય. વળી જો પરીક્ષા કરીને ચતુરની સાથે ચતુરને પરણાવું તો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
उप४