________________
શિયળવતીએ પોતાના એક સેવકને આગળથી રવાના કર્યો. તે સેવકે રાજાને જઈને વધામણી આપી. રાજા પણ યક્ષોને લેવા સામે ગયો. સતીના કહેવા પ્રમાણે અજિતસેને પણ મહા આડંબરપૂર્વક ચાર યક્ષદેવોના કરંડિયા ભેટ ધર્યા. ચારેય યક્ષદેવોના કરંડિયા રાજાએ પોતાના મહેલમાં પધરાવ્યા. રાજપરિવાર સહ રાજા ઘણો આનંદ પામ્યો. ત્યારપછી અરિમર્દન રાજાએ પોતાના રાજરસોડે રસોઈ બનાવવાની ના પાડી. આજે જમવાનું યક્ષરાજ આપશે. માટે રસોઈ કરવી. નહિ. ભોજનવેળા થતાં સૌ ભોજનગૃહે આવ્યા. રાજા પણ આવ્યો. યક્ષરાજોને જ્યાં રાખ્યાં હતાં. ત્યાં જઈ વાસના કરંડિયા ખોલી યક્ષરાજોની પૂજા કરાવી ઘણી વિધિ કરાવી.
ત્યાર પછી રાજા બે હાથ જોડી ષટ્રસ ભોજનની માંગણી કરી. શિયળવતીએ કહેલું કે કોઈપણ વસ્તુ માંગીએ તો “એવમડડુ' બોલવાનું. તે મંત્ર બરાબર ગોખી રાખ્યો હતો. રાજાની માંગણીએ યક્ષરાજો
એવમડડુ બોલવાં લાગ્યાં. વળી માંગણી કરી પણ, એનો એ જ જવાબ. વારંવાર ભોજન માંગવાં છતાં યક્ષોએ ભોજન ન આપ્યું.
કયાંથી આપે? યક્ષરાજા સાચા નહોતાં. ભોજન પ્રાપ્તિ ન થઈ. ભૂખ્યો પરિવાર હેરાન થયો. કરંડિયામાં બેઠેલા યક્ષરાજોને બહાર કાઢ્યા. કુતૂહલ પામેલા રાજાએ યક્ષરાજોના દિદાર જોયાં. સાક્ષાત્ રાક્ષસ સમા દીસતા હતાં. શરીર કૃશ થઈ ગયું છે. મુખ તો ફાટીને વિકાસ પામી ગયા હતા. બિચારા રાંક રાક્ષસ સરખા બિહામણા લાગતાં હતા.
તરત જ રાજા બોલ્યો - રે રાક્ષસો ! તમે યક્ષ નથી. તમે તો બિહામણા રાક્ષસ લાગો છો.
યક્ષરાજો - હે રાજન! અમે યક્ષ નથી. અમારા દેદાર પરથી અમે ભયંકર રાક્ષસ જેવા છીએ. જરા અમારી સામે દ્રષ્ટિ કરો. બરાબર ધ્યાનથી જુઓ. અમે યક્ષો નથી, અમે રાક્ષસો નથી. અમે તો તમારા મંત્રીઓ અશોક વગેરે છીએ.
રાજા તો સાંભળી વધારે ધારી ધારીને જોવા લાગ્યો. પોતાના મંત્રીઓને ઓળખી લીધાં. પોતાની દુર્દશા કઈ રીતે થઈ તે ચારેય જણાએ રાજાને કહી સંભળાવી. શિયળવતી અમારા સકંજામાં ન આવી. પણ અમે જ શિયળવતીના સકંજામાં આવ્યા. લજ્જિત પામેલા બિચારા આજ્ઞા લઈ પોતાના ઘરે ચાલ્યા ગયા.
બુદ્ધિશાળી શિયળવતીની વાતો સાંભળી, રાજા રંજિત થયો. પોતાની ધર્મની બેન શિયળવતી તથા અજિતસેન ને રાજદરબારમાં બોલાવ્યાં. હરખાયો રાજા તે બંને પતિ પત્નીની પ્રશંસા કરવા લાગ્યો. રાજસભામાં તે દંપત્તીનો યોગ્ય સત્કાર કર્યો. બહુમાન કરી ભેંટણાં ધર્યા. તે પછી સતી પતિને લઈને ઘરે પહોંચી.
શિયળવતીના શીલના પ્રત્યક્ષ પરચાં થયાં. શીલને અણિશુદ્ધ અખંડપણે પાળ્યું. તેના નિમિતે રાજા એ પોતે પણ જૈનધર્મ અંગીકાર કર્યો.
થોડા દિવસ પસાર થયાં. સૌ પોતાની આરાધનામાં આગળ વધવા લાગ્યાં. તે જ અવસરે વનપાલકે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૩૯