________________
કાઉસ્સગ્ગ ધ્યાન જયપુર રાજા તે દેખી મુનિ આવ્યા વક્રાથે
લઇ રહ્યા, નંદી એકલો, આવી પાળીને, કાઉસ્સગ્ગ હર્યા તવ તે
બેઠા પ્રણમેં એમ નૃપ
જામ, તામ /૧રો બોલત, પૂછત /૧all
૧- કેસર, ૨ - કટિમેખલા, ૩ - વિશ્રાંતિગૃહ.
-: દુહા :
ભાવાર્થ
ખંડ ત્રીજો નિર્વિદને પરિપૂર્ણ કરીને ચોથા ખંડના પ્રવેશમાં મંગલ કરતા કવિરાજ શ્રી સરસ્વતીની ઉપાસના કરતા કહે છે કે.
હે સરસ્વતી મૈયા! તું કેવી છે?
રસાળ અને સારાં વચનોથી યુક્ત એવા સુંદર વચનોનો વરસાદ વરસાવે છે, મુખમાં તંબોળ છે, કાજળ ઘેરુ આંજણ આંક્યું છે આંખમાં, મોતીનો હાર કઠે ધારણ કર્યો છે, કમર ઉપર કટિમેખલા ધારણ કરી છે, વળી કેસરનો ચાંલ્લો કપાળમાં છે, હંસ વાહન છે જેનું તે, બંને હાથમાં રત્નોનાં વલયો ધારણ કર્યા છે, પગમાં ઝાંઝર રણકી રહ્યા છે, એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં વણા ધારણ કરી છે. એવી હે મા ! તું જ્ઞાનદાત્રી છે. તને મારા પ્રણામ હો !
ત્યારપછી પોતાના આસનોપકારી ગુરુદેવ શ્રી શુભવિજયજી મહારાજ સાહેબના પદકમળમાં પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા
અખંડ રસથી ભરપૂર, સારા પ્રમાણથી યુક્ત, ત્રીજો ખંડ સમાપ્ત થયો. હવે ચોથા ખંડમાં છે સુજ્ઞજનો ! ચરિત્રનાયક ચંદ્રશેખરની કથા આગળ કહું છું, તે તમે સાંભળો.
જો શાસ્ત્રના જાણકાર શ્રોતા હોય, તો વક્તાનો કરેલો અથાગ પ્રયાસ સફળ થાય છે. પણ જો શ્રોતાગણ અજ્ઞાત હોય, શાસ્ત્ર વિષેનું કંઈપણ જ્ઞાન ન ધરાવતા હોય તો તેની આગળ વક્તાની કથા સાર્થક થતી નથી. અર્થાત્ આદરેલ પુરુષાર્થ નિષ્ફળ જાય છે.
.
ત્રિી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
३४२
જી રોપા શાસો શા)