________________
લઈ જઈ કાનમાં કહે છે.
હે સ્વામિની ! મારો માલિક અશોક શેઠ તમારી ઉપર ઘણો જ ખુશ છે. તમારી ઉપર અતિશય રાગ ધરે છે. તો આ અવસર સુખ ભોગવવાનો મળ્યો છે. તો તમે ન ચૂકતા. મારા માલિકની સાથે મનમુકીને સુખને ભોગવો. શિયળવતી - રે સખી ! તારી વાત સાચી. મારો પતિ પરદેશ ગયો છે. મારું યૌવન વેડફાય છે. પણ શું કરું ? કુળવાન છું. કુળવાન સ્ત્રી પરપુરુષ સાથે શી રીતે રમે ?
દાસી - રે શેઠાણી ! વાત ભૂલો છો ! કુલવાન કહેવાતી સ્ત્રીઓને મેં અંધારામાં એકાંતમાં પરપુરુષ સાથે રમતાં જોયા છે. પતિની હયાતીમાં તો તે સતી દેખાય. પણ પતિ બહાર ગયો નથી ને, પાછલે બારણે પરપુરુષ આવ્યો નથી. તમારો તો પતિ જ પરદેશ ગયો છે. મારી વાત માનો. જરા વિચારો. દાસીની વાત સાંભળી શિયળવતી કહેવા લાગી - તો સાંભળ ! સતીએ કપટલીલા આદરી. જો તારો માલિક મને ચાહતો હોય તો એક લાખ સોનાની દીનાર આપવા સજજ હોય તો તેની ઈચ્છા પુરી કરીશ.
દાસી - મારા માલિકની ઈચ્છા પૂરી કરવા તૈયાર હો તો, તમે જે કહેશો તે કરવા તૈયાર છે. શિયળવતી - તો જા ! તારા માલિકને કહેજે કે લાખ દીનાર લઈને મોકલે. પોતાની વાત માની ગઈ. તે સાંભળી દાસી ઘણી હર્ષમાં આવી. ત્યાંથી નીકળી તરત જ અશોક પાસે દોડતી આવી. હર્ષઘેલી દાસીને જોઈ, અશોક સમજી ગયો કે દાસી ફતેહનો ડંકો વગાડી દીધો છે.
દોડતી દોડતી દાસી અશોકને કહેવા લાગી - સ્વામિ ! આગળ ન બોલી શકી.
અશોક - બોલ ! જલ્દી બોલ ! શું સમાચાર લાવી.
દાસી - સ્વામિ ! સ્વામિ ! તમારું કામ સિધ્ધ કરી આવી. તમારી ઈચ્છા પૂરી થશે. એક લાખ સોનામહોર થકી તમારી સગાઈ પાકી છે. આ શરત પૂરી કરો તો તે સ્ત્રી તમારી છે. પણ... પણ.. મને ન...!
અશોક - રે ! તેણે લાખ દીનાર માંગ્યા. જરૂર આપી દઈશ. દાસી !... તને.. તને ભુલું ! તેં તો મારી ઈચ્છા પૂરી કરી. તને ઈનામમાં નિહ ભૂલું. લાખ દીનાર આપું છું તે ત્યાં જઈ આપી આવ.
તરત જ લાખ દીનાર ગણીને કોથળી ભરીને દાસીને આપ્યાં. દાસી અશોકને પગે લાગી. લાખ દીનારની કોથળી લઈને શિયળવતીની પાસે પહોંચી ગઈ. શિયળવતીએ દાસીને આવતી જોઈ. મુખ પર આનંદનો પાર નથી. માથે કોથળીનો ભાર પણ લાગતો નથી. ઊતાવળી આવી ગઈ. સતીએ આવકાર આપ્યો. લાખ દીનારની કોથળીને સતીના પગ પાસે મૂકી સતીને પગે લાગી.
સતીએ કોથળી ઉપડાવીને પોતાના ભંડારમાં મૂકાવી દીધી. પછી દાસીને કહેવા લાગી . તારા માલિકને આજથી પાંચમા દિવસની રાત્રિએ મોકલજે. તેની આશાઓ જરૂર પૂરી કરીશ.
સંદેશો લઈને હરખાતી દાસી અશોક મંત્રી પાસે પહોંચી ગઈ. સધળી વાત કરી. તે સાંભળી અશોક
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૩૪