________________
પણ હરખાયો. દુષ્ટતા કયાં સુધી!
દાસીના ગયા પછી સતી વિચારે છે. શું કરવું? કંઈક ઘાટ તો ઘડવો પડશે? શાન તો ઠેકાણે લાવવી પડશે. વિચારતાં ઉપાય સૂઝી ગયો. હવેલીના દિવાનખાના પાછળ એક કમરો હતો. તે કમરામાં કૂવો ખોદાવવો. માણસોને બોલાવીને તરત જ કૂવો ખોદાવ્યો. તે કૂવા ઉપર ખાલી ખાટલો જે વચમાંથી (પાટી વગરનો) પોલો હોય તેવો રખાવી દીધો. ત્યારપછી ખાટલા ઉપર સુંદર મઝાનો બેસવા માટે બિછાનો નંખાવ્યો.
જે કોઈને પણ ખબર ન પડે કે નીચે કૂવો છે.
હવે સતી નિરાંતે પાંચમા દિવસની રાહ જોતી બેઠી છે. આ તરફ અશોકને પણ પાંચ દિવસ જે પસાર કરતાં તે પાંચ વરસ જેટલા લાગ્યાં. સતીની યાદમાં ઝૂરતો, નવા નવા સ્વપ્નોનો મહેલ રચતો, કામાતુર અશોકને માટે પાંચમાં દિવસની પ્રભાત ઊગી. સવાર બપોરને સાંજ પડી. જવાની ઘડીઓ આવી રહી. તૈયાર થવા લાગ્યો. તે સ્ત્રી મારા તરફ વધારે કેમ ખેંચાય ! એ વાત ધ્યાનમાં રાખીને તૈયાર થયેલો અશોક અરીસામાં પોતાનું રૂપ જોવા લાગ્યો. જાણે પોતે બધી બાજી જીતી ગયો હોય તેમ મનમાં માનતો ને ફૂલાતો, શિયળવતીના આવાસ તરફ ચાલ્યો. મધ્યરાત્રિએ બોલાવેલા અશોકે સમયસર શિયળવતીના બારણે જઈ ટકોરા કર્યા.
આ તરફ શિયળવતી પણ પોતાના શીયળના રક્ષણ માટે સંપૂર્ણ તૈયારી કરીને આવાસમાં બેઠી હતી. ટકોરા સાંભળી સતીએ પોતાની દાસીને ઈશારો કરી દરવાજો ખોલાવ્યો. આશાભર્યો અશોક હવાઈમહેલમાં આવી ઊભો. સતીએ વ્યવહારથી ઉચિત આવકાર આપ્યો.
રાજાની આજ્ઞાનું પાલન કરવા આવેલો અશોક સતીના રૂપમાં અંજાઈ ગયો. રૂ૫લાલસાને કારણે સતીની વાત માની લીધી. કહે તે કરવા તૈયાર થયો છે. મંત્રીના શરીરને કામજ્વર ઘણો વાપ્યો છે. ચાલાક સતી વધારે સાવધ થઈને સમય ઓળખી કામ લેવા તૈયાર થઈ ગઈ. દિવાનખાનામાં દાસીએ અશોકને બેસવા માટે કહ્યું. સતીએ દાસી થકી પાનનું બીડું આપ્યું. આસન પર બેઠેલો અશોક પાનનું બીડું હાથમાં લેતાં સતીની સામે ટગર ટગર જોઈ રહ્યા છે અને તેના રૂપને અમૃત સમજી પી રહ્યો હતો. સતીએ ઈશારો કર્યો. દાસી બહાર ચાલી ગઈ. તે પછી એકલો પડેલો અશોક મનમાં હરખાયો. સતીએ પાનનું બીજું બીડું આપીને દિવાનખાના પાછળ જે ઢોલિયો રાખ્યો હતો, તે કમરાનો પડદો હટાવીને ઢોલિયા પર બેસવા માટે કહ્યું. હરખે ઊઠીને પાનનું બીડું હાથમાં જ હતું. તરત ઢોલિયા પર બેસવા માટે ગયો. જેવો બેસવા ગયો કે તરત કૂવામાં જઈને પડ્યો. કૂવામાં પડતાં જ બાવળા બનેલા અશોકની આશાઓ નષ્ટ થઈ ગઈ. કૂવામાં વ્યવસ્થા એવી હતી કે જો કોઈ કૂવામાં પડે તો પણ બચી જાય.
- સ્ત્રીઓનાં હૈયાં હંમેશા કરુણાથી ભરેલા હોય છે. સતી શિયળવતી વળી ધર્મ રંગથી રંગાયેલી, શીયળનું રક્ષણ કરી ચૂકી. કૂવામાં પડેલા અશોકને ચાર દિવસે ખાવા-પીવાનું પહોંચાડતી હતી. અને ચોકીદારો પણ ચાર મૂકયા હતાં. અશોકની પાસે પાપનો પસ્તાવો કરવા કંઈજ બચ્યું ન હતું. યાદમાં ઝૂરતો દિવસો પૂરા કરવા લાગ્યો.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ).
૩૩૫