________________
રાજા - મિત્ર ! શું વાત કરો છો. તે દિનથી પહેરેલી આ એક જ માળા છે. તે આજ દિન સુધી વિકસિત રહેલી છે.
અજિતસેન - હે પૃથ્વીપતિ ! તે જ માળા છે. મારી પત્ની શિયળવતીએ મારા ગળામાં આરોપી છે. શિયળવતીએ કહ્યું છે કે જે મારા અખંડ શિયળના પ્રભાવે આ માળા કયારેય કરમાશે નહિ. તેવા વચનો સાથે મને માળા પહેરાવી છે. અને તેણીના શિયળના પ્રભાવે આ માળા ખીલેલાં તાજાં ફૂલોની જે છે તે તેમ જ રહી છે.
તે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. વિચારવા લાગ્યો. આ તો શી વાત ! પત્નીનું વચન, શિયળનો પ્રભાવ, માળા કરમાય નહિ. સાંભળ્યું છે કે આ સંસારમાં સ્ત્રી અને પુસ્તક કયારેય ચોકખા હોય જ નહિ. આ પણ સ્ત્રી છે. ભલે સતી હોય પણ આખરે તો તે પણ સ્ત્રી જ છે ને ? આ વાત સંભવે જ નહિ. છતાં પરીક્ષા કરવી તો જરૂર. પરીક્ષા પછી આગળ વાત !
આ જગતના જીવમાત્ર લોભે લપટાયેલા છે. લોભ કોને છોડે છે. તો આ સ્ત્રી યિત માત્ર ! મંત્રીશ્વરની વાત સાંભળી. સ્વીકારી, આનંદ વ્યકત કરતો હતો. ત્યારપછી મનમાં વિચારેલી વાત, પરીક્ષા કરવી ! તે માટે પોતાના ૫૦૦ મંત્રીઓમાંથી વિશ્વાસુ મંત્રી જેનું નામ છે અશોક કુમાર. તેને ખાનગીમાં બોલાવીને સઘળી વાત કરી. છેલ્લે કહ્યું કે મંત્રીશ્વર અજિતસેનને ઘરે જઈને તેની સ્ત્રી શિયળવતીને શીલથી ભ્રષ્ટ કરવાની છે. એકવાર ભ્રષ્ટ કરીને તરત પાછો આવી જજે. તે પેટે એક લાખ સોનૈયા મંત્રીને આપ્યા. પછી પોતાના નગર તરફ રવાના કર્યો.
રાજાને નમસ્કાર કરી, આજ્ઞા માથે ચડાવી. લાખ દીનાર લઈને અશોક મંત્રીશ્વર પોતાના નગર તરફ રવાના થયો. નગરમાં આવ્યા પછી મુખ્ય મંત્રીશ્વરની હવેલીની તદ્ન નજીકમાં જ શિયળવતીને જોઈ શકાય તે રીતે છાનો આવીને રહ્યો. લાખ દીનાર પણ સાથે રાખ્યા છે. જે કોઈને પણ ખબર ન પડે તે રીતે ત્યાં ગુપ્ત રહો.
-ઃ ઢાળ-૧૭ :
(લાલ જૈસી તેરી અખીયાં રે, જૈસે જલતી મશાલ... એ રાગ.) ઉદ્ભટ વેશે જોવતો રે, ક્ષણ ક્ષણ કોઇ વાર; સતીયાં ઉપર તજરા કરે,
જે તે
અશોક ગમાર. ॥૧॥
ધિક્ ધિક્ વિષયી
એ
આંકણી
ભેજત
સોઇ,
તંબોળ બીડાં સાપી ન લેવે
ધિક્.. ||
લોકો...
દાસીકુ
રે,
ઇ
પ્રેમ સે, ફેર નજરે
ન
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૨૯
જોય...