________________
શાંકાના સમાધાન
-: ઢાળ-૧૬:
ભાવાર્થ:
શેઠની હવેલીએ ડાયરો ભરાયો છે. સતી શિયળવતી સહુની સાથે બેઠી છે. રત્નાકરશેઠે પૂછેલી અગિયાર વાતનો જવાબ આપવા તૈયાર થયેલી શિયળવતી કહે છે.
હે સાસુજી! તમને વધારે શું કહેવું? મારા સસરા સાનમાં કંઈ જ ન સમજે. વ્યાપાર ધંધામાં મોખરે રહેતા સસરા શું ઘરની નાની શી વાતને પણ સમજી ન શકયા? નાના દેવર દેરાણી તો દિવાના છે. તેમને તો પછી શું કહેવું? સાસુજી ! તમે પણ કંઈ સાનમાં ન સમજો? તો બીજાને શું કહેવું? કુળવાન સતી સ્ત્રી કયારેય એકલી રાત્રે ઘરની બહાર ન જાય. વનમાં કે રણમાં રાત્રિએ જો સતી એકલી જાય, કે કદાચ હજારોની સાથે જાય, તો પણ હરપળ તે તેના શીલ માટે સાવધ રહે છે. સાવધ રહેલી સતી સ્ત્રીને કોઈ સતાવી શકતું નથી.
કુળવાન સ્ત્રી વ્યવહારથી એકલી કયારેય રાત્રિને વિષે બહાર ન જાય. પણ કારણવસાતું જવું પડે તો નિશ્ચયથી કોઈકવાર જવું પણ પડે. પરમાત્મા ઉપદેશમાં પણ વિધિ અને નિષેધ માર્ગને એકાત્તે કહેતાં નથી. હે પિતાજી ! મધરાતે મારે બહાર ન જવાય. પણ લાભાલાભ જાણી હું રાત્રિને વિષે બહાર ગઈ હતી.
પિતાજી ! તમારા ઘરને વધારે સુખી કરવા માટે મધ્યરાત્રિએ ઘરની બહાર ગઈ હતી. રાત્રિએ સૂતાં મેં શિયાળનો અવાજ સાંભળ્યો. તે શબ્દ સાંભળી પાણિયારીએથી ખાલી ઘડો લઈને નદીએ ગઈ. ત્યાં ઘડાને ઊંધો નદીમાં મૂકી તેના થકી હું નદીમાં તરતી દૂર આવતા મૃતકને ગ્રહણ કરી પાછી નદી કિનારે આવી. તે મૃતકના કેડ ઉપર એક ભૂષણ હતું. તે ભૂષણ મુલ્યવાન હીરામાણેકથી જડેલું હતું. મેં તે ભૂષણ ઘડામાં મૂકી દીધું. ને મૃતકને શિયાળ માટે છોડી દીધું. શિયાળ મૃતકને લઈને ચાલી ગયું. હું તે ભૂષણ લઈને ઘરે આવી. આટલું કહીને ત્યારપછી શિયળવતી ઊભી થઈને જે-ભૂષણ સંતાડી દીધું હતું તે લઈ આવીને સાસુને આપ્યું. સાસુ તો હીરાથી ઝગમગતું ભૂષણ જોઈને ડધાઈ ગયા. સસરો જોઈ આનંદ પામ્યો.
સતી શિયળવતી ગુણજ્ઞ હોવા છતાં સાથે નમ્રતા પણ કેટલી ? સસરો તો મનમાં તેની બુદ્ધિ તથા પુણ્ય ઉપર ઓવારી જાય છે. સ્વામી અજિતસેન તો સ્તબ્ધ થઈ ગયો છે. કંઈ જ બોલતો નથી. જોયા જ કરે છે. શેઠને આનંદનો પાર નથી. વહુને કહેવા લાગ્યો - હે વત્સ ! તેં તો અમારો ઉદ્ધાર કર્યો. તારા કેટલા ગુણો ગાઉં! મેં પાપીએ તારી ઉપર કેટલી આળ ચડાવી છે. ભયંકર પાપ મેં મારા માથે બાંધ્યું છે. અમે સૌ ગામડાના ગમાર જેવા છીએ. વધારે તને હું શું કહું?
વળી શિયળવતી બીજા પ્રશ્નના જવાબ આપતી કહે છે - પિતાજી ! મોજડી શા કામની? પગના
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૨૩