________________
ભાદરવો વરસ્યો. સસરાએ આશ્વાસન આપતાં જલ્દી તૈયાર થઈ જવા કહ્યું. શિલવતી તૈયાર થવા લાગી. પિયરવાટ ઘણી લાંબી હતી. શેઠે નોકરને બોલાવીને રથ તૈયાર કરાવ્યો. સારથિને બોલાવી લીધો.
લજ્જાશીલ પુત્ર જતી પત્નીને જોઈ કંઈ બોલી શકતો નથી. પત્નીને પણ એકાંતે પોતાનો પતિ મળ્યો નથી, કે જે વાતની એક બીજાને જાણ થાય. સાસુએ વાટમાં જરૂર પડે તેટલું ભાથું બંધાવી રથમાં મૂકયુ. પુત્રવધૂ સાથે સસરો રથમાં બેઠો. સારથિએ રથ હંકાર્યો. પરમાત્માનું સ્મરણ કરીને શિલવતી માતાને સંભારતી માતાના મિલનનો આનંદ પણ થયો. ગામ છોડીને માર્ગે સારથિ રથને ઊતાવળો ચલાવવા લાગ્યો. જંગલ ઝાડીની કેડીએ વટાવતો રથ નદી આવતા થોભ્યો. સસરો વહુ રથમાંથી ઊતરી ગયા. રથને લઈ સારથિ નદી પાર નીકળી ગયો. જ્યારે શેઠ નદી ઊતરવા માટે પહેરેલી મોજડી હાથમાં લીધી. પછી શિલવતીને કહાં - વહુ બેટા! મોજડી ઊતારો. પાણીમાં મોજડી બગડી જશે. માટે ઊતારી હાથમાં લઈ લ્યો. પગપાળા નદી ઊતરવાની છે.
સસરાની વાત સાંભળી છતાં પણ મોજડી પગમાંથી ન ઊતારી. મોજડી પહેરી શિલવતી નદી પાર કરી ગઈ. ખાડા ટેકરાવાળી નદીમાં મોજડી સાથે ઊતરતાં મોજડી ભીની થઈ ને સાથે ઘસાઈ પણ ગઈ. નદી પાર કર્યા પછી હાથમાં મોજડી લઈ પાણી નીતરતી કરી, મોજડી રથમાં પાછી મૂકી દીધી. શેઠ તો ઉઘાડા પગે નદી ઊતરી ગયા. વળી બંને જણા રથમાં બેઠા. વહુનું આવું વર્તન જોઈ સસરા આગળ કંઈ જ ન બોલ્યા. બોલે તો પણ શું કરે?
વળી રથ આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં એક મોટું નગર આવ્યું. શેઠ કહે - વહુ! આ નગર મોટું છે. સાંજ પડવા આવી છે. તો આ શહેરમાં રાત સુખેથી રહીએ. અને સવારે ચાલ્યા જઈશું.
શિલવતી - પિતાજી! આ નગર મોટું છે પણ ઉજ્જડ છે. અહીં વસવું નથી. આગળ ચાલો.
રથ નગર છોડીને આગળ ચાલ્યો. શેઠ વહુનું આવું વિપરિત વર્તન જોઈ વિચારવા લાગ્યાં. ખરેખર આ તો વક્ર અને જડ લાગે છે. અહીયા મારે ઉપદેશ આપવો પણ નકામો છે. જો કંઈક કહીશ તો, વળી બીજા જવાબો આપશે. યોગ્યતા હોય તેને ઉપદેશ આપવો જોઈએ. જેમ કે સુગૃહી નીગૃહિની દશા વાંદરાએ કેવી કરી? નીતિકારોએ એક કથા લખી છે કે શિયાળાના દિવસો હતાં. ઠંડી પડતી હતી. જંગલમાં ઠંડીને લઈને વાંદરાઓ હુપા હુપ કરતાં હતાં. રાત પડી. બધાં પક્ષીઓ માળામાં લપાયાં. વાંદરાઓ કયાં જાય? એ બધાની દાઢ ટાઢથી થરથરતી હતી. વૃક્ષની ડાળીએ વાંદરા ટાઢથી ધ્રુજતા પણ હતા. તે ઝાડ પર સુગરીનો માળો હતો. વાંદરાઓની આવી દશા જોઈ સુગરી બોલી હે વાંદરાભાઈ! તમે પણ અમારા જેવો માળો ઘર બનાવ્યું હોત તો સારું થાત. આ ઠંડીથી તમારું રક્ષણ કરવા હવે એક ઘર બનાવી ઘો. ઘરમાં ગરમાટો આવશે. ઠંડીથી ધ્રુજવાનું નહીં થાય.
વાંદરાને સુગરીની વાત સાંભળી, ગુસ્સો આવ્યો. મને ઉપદેશ આપનાર વળી તું કોણ? એમ કહીને
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૯