________________
વળી આકાશ થકી અવાજ આવ્યો રે ! આ તો મહાચોર છે. જે મારા પર્વત ઉપરની ઔષધિઓ ચોરે છે. તે કારણે નિશ્ચયથી હણીશ. વળી કુમાર બોલ્યો - આવ તો ખરો ! તારું બળ દેખાડ. મારે જાવું છે કે કેવી રીતે તું હણે છે?
કુમારની વાત સાંભળી દેવ તો ક્રોધે ધમધમ્યો.
વળી કુમાર બોલ્યો - આકાશમાં અદશ્ય થઈ શું બોલો છો? મારું વીરપણું જુવો અહીં ઊતરી મારી સાથે યુધ્ધ કરો. તારા દેવપણામાં રહેલા શૌર્યને જોઉં.
તે જ વખતે કરોડરૂપ કરી તે દેવ સુવરના રૂપમાં કુમારની સામે આવી ઊભો. કુમાર કહે - તું આવ્યો તે સારું થયું. દેવપણાએ હવે યુધ્ધમાં જોઉં.
કરોડરૂપની સામે કુમારે પણ પોતાની વિદ્યાને સંભારીને કરોડ રૂપ બનાવ્યાં. દેવની સામે સંગ્રામ ખેલ્યો. જે યુધ્ધ કરીને પૃથ્વી ધ્રુજવા લાગી. જુદા જુદા પ્રકારે યુધ્ધ થવા લાગ્યાં.
દાંતથી, નખથી એક બીજાને હણવા લાગ્યા. લડતાં લડતાં આકાશમાં ઉછળતા, વળી ધરતી પર પટકાતા હતા. તે થકી પર્વત પણ ધ્રુજવા લાગ્યો. ભીષણ યુધ્ધ જામ્યું છે. સાધક યોગીરાજ સાધનામાં લાગી ગયો છે.
- કુમારે પોતાના દાંતથી દેવને એવાં તો બચકા ભર્યા જે તે દેવ મૂઠીવાળી ત્યાંથી ભાગી ગયો. વળી તે દેવ હાથીનું રૂપ કરીને કુમાર સામે ધસ્યો. કુમાર પણ હાથીનું રૂપ કરી દેવની સામે ઝઝુમ્યો. દેવ કુમાર સામે ટકી ન શકયો. દૂર ભાગવા લાગ્યો. વળી સિંહ બનીને આવ્યો. ચંદ્રકુમારે સિંહને પણ હરાવ્યો. વળી દેવ પિશાચનું રૂપ લઈને આવ્યો. જાડું શરીર, ઊંચો ઊંચો તાડ જેવો, જોતાં જ ડરી જવાય, ને પેટ ઊંડું ગુફા જેવું, ખંધ મોટા, કુહાડા જેવા દાંત, અગ્નિ જેવી આંખો, વડલાની વડવાઈ જેવા હાથ, ગળામાં ભયંકર કાળો અજગર નાખ્યો છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં મુગલ ધારણ કર્યું છે. એવો ભયંકર પિશાચ બનીને કુમાર સામે અટ્ટહાસ્ય કરતો બોલ્યો - રે મૂઢ ! શા માટે બીજાને માટે તું મરવા તૈયાર થયો છે? તારી મહેનત ફોગટ છે હે બાળ! તું મને હણી નહિ શકે.”
પિશાચની વાત સાંભળી કુમાર બોલ્યો - રે અજ્ઞાની ! નાનો મોટો એવું શું બોલ્યા કરે છે? આ સંસારમાં હાથી મોટો હોવા છતાં તેને વશ કરવા નાનો અંકુશ બસ છે. કુમારની વાત સાંભળી દેવ ઘણો ગુસ્સે થયો. ભયંકર મોટી કિકિયારી કરતો કુમારને મારવા દોડ્યો. કુમાર પણ તે દેવ કરતાં સવાયું રૂપ કરી યુધ્ધ કરવા લાગ્યો. ભયંકર યુદ્ધ થયું. દેવ અને કુમારના યુધ્ધને જોવા આકાશમાં દેવો (બીજા) ભેગા થઈ ગયા. પ્રચંડ યુધ્ધ કરતાં બંને એકબીજાથી હારતા નથી. તે જ વખતે કુમારે હજાર વિદ્યાનું સ્મરણ કરી લીધું. હજાર વિદ્યાની સહાયથી કુમારે દેવને હરાવ્યો. કુમારની જીત થઈ.
ધ ધંટ્રોપર રો )
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૩૦૬