________________
હું કહું છું તે તે વાતમાં તે ઊંધુ જ બોલે છે. વહુ ઉપર મનમાં ખેદને ધારણ કરતાં ચિંતાતુર મનવાળા મૌન થઈને હવે ચાલ્યા જાય છે. વળી આગળ જતાં એક પુરુષને જોયો. આ પુરુષના શરીરે આગળ પાછળ શસ્ત્રોના ઘા ઘણા વાગ્યા હતા.તે પુરુષ સુભટ જેવો દેખાતો હતો. તેને જોઈ સસરાજી બોલ્યા - આ કોઈ મહારથી સુભટ લાગે છે.
શિયળવતી -રે પિતાજી ! રણસંગ્રામનો સુભટ છે પણ બહાદૂર નથી. પણ એ રાંક ગરીબડો બીકણ છે.
વળી રથ પિયરના માર્ગે ચાલ્યો જાય છે. રથમાં બેસીને કંટાળેલા શેઠ, રથમાંથી નીચે ઊતર્યા. શિયળવતી પણ વડીલની મર્યાદા જાળવતી નીચે ઊતરી. સસરાજી રસ્તાની બાજુએ વૃક્ષોના છાંયડે ચાલે છે. હારબંધ વડલાના વૃક્ષો હતા. જેના છાંયડે સસરાજી ચાલતા હતા. તો શિયળવતી માર્ગના મધ્યે તાપમાં ચાલતી હતી. સસરાએ છાંયડે ચાલવા માટે કહ્યું. પણ શિયળવતી તો જાણે વાત સાંભળી ન હોય તેમ સસરાને પીઠે કરી (પાછળ કરી) પોતે તડકામાં આગળ ચાલવા લાગી.
આ માર્ગમાં એક હંસલી ચંચળપણે રમતી હતી. આમ તેમ દોડતી હતી. તે જોઈને શેઠ બોલ્યા-જુઓ તો ખરા, આ હંસલી ગેલમાં આવીને કેવી રમ્યા કરે છે?
શિયળવતી - સસરાજી ! આ હંસલી રમતી નથી. પણ શોકભરી વિઠ્ઠલ બની, ચારેકોર જોતી રડ્યાં કરે છે.
વળી આગળ ચાલતાં એક પુરુષને જોયો. તેનું રુપ તેમજ તેની ચાલ જોઈને, શેઠ કહે - જુઓ! પુરુષ કેવો સુંદર સોહામણો છે. તરતજ શિયળવતી બોલી - પિતાજી ! એ પુરુષ નથી. પણ સ્ત્રી છે. પણ કંઈક કારણથી પુરુષનો વેશ પહેર્યો છે.
વળી આગળ જતાં એક ગામ આવ્યું. ગામની બહાર ધક્ષાલય હતું. ત્યાં રથ ઊભો રાખ્યો. સાંજ પડવા આવી હતી. મંદિરના ઓટલે બેસી વાળું કરી લીધું. યક્ષના મંદિરના ઓટલે રાત વીતાવી. પ્રભાત થતાં રથમાં બેસી વળી આગળ પ્રવાસ ચાલુ કર્યો.
આગળ જતાં કોઈ એક ગામ આવ્યું. ગામને પાદરે કૂવો હતો. ગામની સ્ત્રીઓ પાણી ભરવા માટે આવતી જતી હતી. કૂવાની નજીક ચક્રવાક યુગલ કલરવ કલરવ અવાજ કરતું જોઈ, શેઠ બોલ્યા - અહોહો! જુઓ તો આ પક્ષીયુગલ કેટલા મોટા અવાજથી હર્ષના આવેશ થકી કલરવ કરી રહ્યાં છે.
તરત શિયળવતી બોલી - રે! આ તો કૂવાનો કાંઠો જોઈ ચક્રવાક યુગલ રુદન કરે છે.
વળી પિયેરની વાટે જતાં કંઈક નવાં નવાં કૌતુકોને જોતાં રથ આગળ ચાલ્યો જાય છે. પિયેરનું ગામ હવે માત્ર ચાર કોશ છેટું હતું. ત્યાં વાટમાં વિશાળ લીંબડો જોવામાં આવ્યો. સુંદર મઝાનો છાંયડો જોઈ શેઠે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧૫