________________
વાંદરો સુગરીના માળા પાસે પહોંચ્યો. ખિજાયેલા વાંદરાએ ઘડીકવારમાં સુગરીનો માળો વીંખી નાંખ્યો.
એમ જેને તેને ઉપદેશ ન આપવો. તેમ સમજીને રત્નાકર શેઠ વહુને ઉપદેશ ન આપ્યો અને આગળ ચાલ્યા.
વળી આગળ ચાલતાં એક નાનું ગામડું આવ્યું. તે ગામડામાં પચીસ-પચાસ તૂટયા ફૂટયા ઝુપડાં હતાં. બે ચાર ઘર સારાં પણ હતાં. આ ગામ જોઈ શિલવતી કહે - પિતાજી આ મોટું શહેર છે. અહીં રાત રહીશું.
આટલા નાના ગામને જોઈ વહુ આ ગામને શહેર કહેતાં હશે. શેઠને મનમાં હસવું આવ્યું. ગામની પાદર, કૂવા કાંઠે રથ ઊભો રાખ્યો. વળી કહે છે પિતાજી ! કૂવાના કાંઠે આ શીતળ છાયા વૃક્ષની નીચે રાતવાસો કરીશું. ગામના લોકોને આવતાં જતાં જોઈ વળી બોલવા લાગી - ગામના માણસો કેવા સારાં છે. શેઠ સાંભળ્યા કરે છે. તેટલામાં હાથમાં બેડું લઈને કોઈ સ્ત્રી કૂવા કાંઠે પાણી ભરવા આવી. તે સ્ત્રીએ શિલવતીને જોઈ. બાઈ તેને ઓળખી ગઈ. તરત જ ઘરે જઈને પિતાને કહેવા લાગી. બાઈ જે હતી તે શિલવતીના મામાની દીકરી હતી.
દીકરીની વાત સાંભળી મામા તરત જ ગામ બહાર દોડી આવ્યા. ભાણીને ઘેર તેડી લાવ્યા. આહારપાણીની વ્યવસ્થા કરીને, મહેમાનને પ્રેમપૂર્વક જમાડ્યા. રાતવાસો રહેવાની સગવડ થઈ ગઈ. પછી મામા ભાણેજ વાતો કરતાં સુખમાં રાત વિતાવવા લાગ્યા.
આ રીતે ત્રીજા ખંડની ચૌદમી ઢાળ કર્તા પુરુષે ભાખી.
-- દુહા :
મામો મામી હરખશું, શિયળવતીને દેખ; ભકિત કરે નવ નવ પટે, શેઠની વળી વિશેષ. // ભાણજીને પૂછતો, પિતા ઘરે કેમ જાત; સાં કહે મુજ માતા, 'જા જકાંત સુણી મેં વાત.. llll સો કહે મિથ્યા વારતા, પણ મળો જઇ ઉત્સાહે; પાછા વળતાં આવવું, મુજ સંભારી અહિ. all શિયળવતી તે સાંભળી, કરતી ચિત વિચાર; રાતની વાત વિલોકીને, કપટ રચ્યું નિર્ધાર. //૪]
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૧0