________________
૧. મધ્ય રાત્રિએ શિયાળનો અવાજ સાંભળી સતી શિયળવતી ઘડો લઈને નદીએ જવા નીકળી
પાછળથી સસરા જોઈ રહ્યાા છે. ૨. નદીમાંથી મૃતક બહાર કાઢીને શિયળવતી મૃતકના કમરેથી ભૂષણ કાઢીને ઘડામાં નાંખે છે.
મૃતક શિયાળને આપે છે. શેઠની વાત સાંભળી શ્રીદેવી શેઠાણીએ કહ્યું - સ્વામિ! તમારી વાત સાચી છે. પણ આવી વાત કોઈને કરશો નહિ. કેમકે ઘરની વાત બહાર કરતાં આપણા ઘરની આબરુ જાય. વળી ઘરના છિદ્રો જોતાં કે કહેતાં કયારેક કોઈ જીવનો ધાત પણ થઈ જાય. માટે આ વાત કોઈને કહેશો નહિ.
સુજ્ઞપુરૂષો કહે છે કે આયુષ્ય, ધન, ઘરના છિદ્રો, ઔષધ, મૈથુન, મંત્ર, દાન, માન, અપમાન, આ નવ વસ્તુ ડાહ્યા પુરૂષો ગુપ્ત રાખે છે. કયારેય બોલતા નથી.
પત્ની શ્રીદેવી સમજુ અને સજજન હતી. રત્નાકર શેઠ, તે વેળાએ પત્નીની વાત સ્વીકારી, મૌન
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૭