________________
લાડકવાયાને તોલે કોઈ ન દેખાઈ.
સંસાર રસિક જીવોનો સંસાર કેવો? સંસારમાં પ્રવેશ પામ્યા પછી જો સંતાન ન હોય તો, સંતાનની ચિંતા. પુણ્ય થકી પછી વળી સંતાનની ચિંતા ટળી. એક સંતાન પ્રાપ્ત થતાં માતા-પિતા થયાં. હરખાયાં, પછી ભણાવવાની ચિંતા, એક ચિંતા પાછળ બીજી ચિંતાઓ આંગળીએ વળગીને આવે છે. સંતાનને ભણાવ્યો પછી શેની ચિંતા? યોગ્ય કન્યાની ચિંતા જ્યા સુધી દીકરો પરણે નહિ ત્યાં સુધી પિતા ને માતાને ઊંઘ હરામ થઈ જાય.
રત્નાકર, શ્રીમતી શેઠ શેઠાણી પોતાના લાડકવાયા લાલ માટે ઘણી કન્યાઓ જોઈ. પણ ગમતી નથી. પોતાના નગરને છોડી બીજી નગરીઓમાં પણ કન્યા જોઈ વળ્યા. એક પણ નજરમાં આવતી નથી. બંને જણા ચિંતામગ્ન હતા.
નિત્યક્રમ પ્રમાણે શેઠ પ્રાતઃકાર્ય પતાવી પેઢીએ જઈને બેસે. વ્યાપાર દેશ પરદેશ ધમધોકાર ચાલે પણ શેઠના હૈયામાં દીકરા સંબંધી ઉથલપાથલ હતી. તેથી મન ઉદાસીન રહેતું. તે ટાણે પરદેશ ગયેલો પોતાની પેઢીનો વાણોત્તર આવી ગયો. વ્યાપારની વાતો કરી વાણોત્તરે જોયું કે, શેઠને જે વાત કરું છું તે વાતમાં રસ નથી. શેઠનું મન ઉદાસીન લાગ્યું. વાણોત્તરે શેઠને પૂછયું - શેઠજી ! આજ ઉદાસ કેમ છો? પરદેશમાં આપણી પેઢીનો વેપાર ખેડીને આવતાં, તમે કેટલી વાતો કરો છો. આજે કેમ કંઈ બોલતા નથી.
શેઠે વાણોત્તરની વાત સાંભળી. પોતાના મનની વાત કહી. પેઢી પર બીજું કોઈ હાજર ન હતું. એકાંત મળતાં કન્યા સંબંધની જે વાત હતી તે કહી દીધી. નાના શેઠ માટે કન્યા જોઈ પણ તેને યોગ્ય એકેય મારી નજરમાં ન આવી. પુત્ર યૌવન અવસ્થાએ પહોંચ્યો. મારે તેને પરણાવીને વહુનું મોં જોવું છે. શું કરું? નગરીની બહાર પણ કંઈક કન્યાઓ જોઈ.
વાણોત્તર(મુનિમજી) - શેઠ! ચિત્તમાંથી ચિંતા દૂર કરો. આ વાતની મને ખબર છે. વેપારાર્થે જ્યાં ફર્યો ત્યાં મેં કન્યા પણ જોવા માંડી.
શેઠજી ! હું અત્યારે મંગળપુરી નગરીથી આવું છું. શેઠ - મુનિમજી ! મંગળપુરીથી મારે શી લેવાદેવા! તે કોઈને ત્યાં સારી કન્યા જોઈ? મુનિમજી - શેઠ ! એજ વાત કહું છું, આપણા નાના શેઠ માટે હું કન્યા....! શેઠની અધીરાઈ વધી ગઈ. જલ્દી પૂછવા લાગ્યો. શેઠ - શું તે કન્યા જોઈ? મુનિમજી - હું મંગળપુર ગયો હતો. ત્યાં દરશેઠ વસે છે. આ શેઠ તમારી જેમ ઘણા ધનવાન છે. પેઢી પરથી મને તેમના ઘરે જમવા તેડી ગયાં. આ દત્તશ્રેષ્ઠી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૦૪
શી સોપર જાણો શા