________________
કહ્યું છે કે દીકરી પારકા ઘરનું ધન છે જેમકે સવારે (નવકારશીમાં) શીરામણમાં ઘંશ ખાય તો તે કેટલી ટકે ! બકરીનું દૂધ વધારે વાર રાખી ન શકાય. તરત પી જવું પડે. કાં તો પીવરાવી દેવું પડે. બદામનું નાણું પણ લાંબો વખત ન ચાલે, કાંસાનો ઢગલો ધનની ગણતરીમાં લાંબો સમય નભે નહીં. મહેમાનથી ઘર ભર્યુ કેટલા દિવસ લાગે ? તે પણ ચાલ્યા જાય છે. અલંકારની ગણત્રીમાં લાલ ચણોઠીની શી ગણતરી ? સોના ચાંદીના અલંકારની ગણતરી કરાય. ચણોઠીને અલંકારની ગણતરીમાં ગણાય નહીં. તેવી જ રીતે ઘણી દીકરીઓનો બાપ હોવા છતાં દીકરી ઘણો સમય સુધી ઘરે રહેતી નથી. પુત્રીઓનો પરિવાર છેવટે ઘર ખાલી થાય છે.
આ પ્રમાણે વિચારતો રાજા, રાણી સાથે કંઈક વાતો કરતો, વિદાયની તૈયારી કરવા લાગ્યો. ઘણું દ્રવ્ય આપ્યું. વળી સાથે ઘણાં વસ્ત્રો આભૂષણો પણ આપ્યાં. વળી હાથી, ઘોડા, રથ, પાલખી, પરિવાર પણ ઘણો આપ્યો.
- વિદાય દિન નજીક આવી જતાં, રાજા કુમારને કહે છે કે - હે પરદેશી પરોણા ! મારું અડધું રાજય તો આપને મળી ચૂકયું છે. બાકીનું અડધું રાજય પણ તમને સોંપુ છું. આ રત્નપુર રાજયના તમે માલિક છો. આપના પિતામાતાના દર્શન કરી સુખ આપીને વળી અમને કયારેક દર્શન આપજો. આ નગરની પ્રજાને સંભાળજો. રાજા-રાણી પોતાની પુત્રી વિવેક વિનયથી યુકત છે. છતાં પણ કહે છે કે તારા સાસુ સસરાનો વિનય બરાબર જાળવજે. દેવ સરખાં પતિની વાત બધી માનજો. દેવગુરુની ભકિત કરજો. હે વત્સ ! તું તો પરદેશ ચાલી જવાની હવે તો તારા દર્શન અમને કયારે થશે? પુણ્ય પ્રગટશે તો વળી દર્શન પામીશું બેટી ! સાસરામાં રહીને વ્રત નિયમ જરૂરથી પાળજે.
વળી રાજા, જમાઈરાજને કહે છે - હે પરોણા? અમારા જીવિત સમાન આ અમારી પુત્રી અમને ઘણી જ વહાલી છે, તમને સોંપી છે, સાચવજો. એની ઉપર મીઠી નજર રાખજો. ભૂલ થાય તો ક્ષમા કરજો. મારા કાળજાની કોર તમને સોંપી છે. તેનું જતન કરજો. અવસરે જરૂર દર્શન આપજો. આટલું બોલતાં રાજા ગળગળો થઈ ગયો. રાણી તો આગળ બીજું કંઈ જ બોલી ન શકી. વળી રાજાએ કહ્યું કે દીકરી ! દેવગુરુની ભકિત કયારેય ચૂકતા નહી. વ્રત નિયમ પાળજો. ત્યારપછી પદ્માવતી માતા-પિતાના ચરણે પડી. બંને જણા દીકરીને છેલ્લે વળગીને રડી પડ્યાં. સર્વ પરિવાર પણ રડી પડ્યો. ત્યાં ભેગી થયેલી પદ્માવતીની સખીઓને પણ છેલ્લા મીલણા કર્યા. પદ્માવતી પતિની પાછળ ચાલવા લાગી. ત્યાં રથ તૈયાર હતો. ચિત્રસેન મિત્ર રત્નસારને પદ્માવતી સાથે રથમાં જઈ બેઠો. રત્નસારે જોયું કે બધાએ સારી રીતે વિદાય આપી છે. પોતાને આપેલ હાથી, ઘોડા, રથ, સુભટો આદિ સૌ તૈયાર છે. તેથી પોતાના રથના સારથીને આદેશ કર્યો કે હવે રથને હાંકો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૩૯