________________
આસને સહુને જમવા બેસાડ્યાં. રત્નસારને તો ખબર જ હતી કે આજે ઝર મિશ્રિત લાડવા, કુમારને જમવામાં મળવાના છે. પોતાની સાથે ગુપ્ત રીતે બે લાડવા લઈને રત્નસાર મિત્ર કુમારની સાથે એક ભાણામાં જમવા બેઠો. અપરમાતા વિમળા કુમારની થાળીમાં બે લાડુ પીરસી ગઈ. બધાના ભાણામાં પીરસાતું હતું. કુમારનું ધ્યાન બેધ્યાન કરાવી રત્નસારે યુકિતથી બે લાડુ બદલી નાંખ્યા. રાજા અને નાનો ગુણસેનકુમાર એ બંને ભેગા જમવા બેઠા. જ્યારે ચિત્રસેન, રત્નસાર ભેગા જમવા બેઠા. મોદકના થાળ લઈને વિમળા સહુને આગ્રહ કરી જમાડી રહી છે. અને વારંવાર ચિત્રસેન સામે છુપી નજરે જોઈ રહી છે. બંને લાડુ બંને મિત્રો આરોગી ગયા. મોદકની સાથે ખટ્રસ ભોજન પણ પિરસાયા હતા. સહુ ભોજન કરી નિવૃત થતાં. પાનનાં બીડાં અપાયાં. સહુએ પાનનાં બીડાં લીધાં અને ખાધા.
ભોજન ખંડમાંથી સહુ બહાર આવ્યા. આરામ ખંડમાં સહુ ભેગા થઈને વાતો કરવા લાગ્યાં. કુમાર પણ પરદેશ ફર્યા ને જે જોયા તે આશ્ચર્યની વાતો કરવા લાગ્યો. વિમળા રાણી સહુને આભૂષણો અને અવનવા વસ્ત્રો આપી સન્માન કરવા લાગી. સહુ આનંદ કિલ્લોલ કરતા હતાં. કપટી રાજારાણીતો વાટ જુએ છે કે ઝેરના લાડવાની શી અસર થાય?
જેને રામ રાખે તેને કોણ ચાખે’ પુણ્ય બળવાન કુમારનું કે ત્રણેય આવળીમાંથી મિત્ર રત્નસારે ઊગારી લીધો. રાજા રાણીની મેલી મુરાદ મનમાં રહી ગઈ.
વળી વિમળાએ પદ્માવતીને પણ જુદાજુદા અલંકારો ભેટ ધર્યા, વસ્ત્રો આપ્યાં. ત્યારપછી રત્નસાર મિત્રને પણ ભેટણાં આપી, સન્માન કર્યું.
ભોજન પછી સન્માન સમારંભ પૂરો થતાં, સહુ પોતાના આવાસે આવ્યા. આ પ્રમાણે ત્રીજા ખંડની આઠમી ઢાળ કર્તાએ સારી રીતે પૂર્ણ કરી.
-: દુહા :
એક દ્વિ નિશિ વૃક્ષ ચિંતવે, અહો મુજ બુદ્ધિ પલાય; કુળ અવતય સતાપરી, કીધો મણ ઉપાય. //all ધિક્ ધિક્ મુજ પૌરુષપણું, ધિક્ ધિક્ વિલાસ; સ્ત્રીવશ પુત્રરતન તણો, ચિંતવ્યો ચિત વિનાશ. //રા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२४४