________________
કુમારે બધી જ વાત બતાવી.
વાત સાંભળી મદનમંજરી પણ દુઃખી થઈ. પછી મદનમંજરીને વાત કરી દીધી કે હું મૃગસુંદરીની શોધ માટે જાઉ છું. તેને માટે તો કોઈ જ્ઞાનીને મળવું પડશે. તૈયાર થઈને નીકળ્યો.
મદનમંજરી કહે - સ્વામિનાથ ! સુખે પધારો. ધર્મ તમને સહાય કરો. તમારો વિજય થાઓ. મારી બહેન મૃગસુંદરીને જલ્દીથી દુશ્મનોના પંજામાંથી છોડાવો.
પત્નીનાં બોલાયેલા શબ્દોને શુભ શુકન માનતો કુમાર, તરત મહેલની બહાર નીકળી ગયો. એક ઘડીમાં તો યશોમતી યોગિણી પાસે આવી ગયો. વિવેકીકુમારે યોગિણીને ઉચિત વંદન દર્શન કરીને, યોગિણીની સામે વ્યગ્રચિત્તે બેઠો. કંઈક સ્વસ્થ થતાં યોગિણીને કહેવા લાગ્યો.
કુમાર - મૈયા ! મૃગસુંદરીનું અપહરણ થયુ છે. યશોમતી - રાજનું! ચિંતા ન કરો મળી જશે. કુમાર - મા! રણમાંથી મળેલ રત્ન ન સાચવી શકયો. કહો કયાં છે તે રતન?
યોગિણી - રાજકુમાર ! મનોવેગ નામનો વિદ્યાધર વિદ્યાસાધવાને માટે કોઈ પવિનિ સ્ત્રીની શોધમાં હતો. તે વિદ્યાધર કયાં કયાં રખડ્યો પણ પધિનિ સ્ત્રી ન મળી. ઘણી ઘણી જગ્યાએ શોધતાં તારી સ્ત્રી મૃગસુંદરી હવેલીની સાતમે માળે જોવામાં આવી. વિદ્યામંત્રથી અપહરણ કરીને હિમવંત પર્વત ઉપરના શિખરે અદ્રિમાં નામની ગુફામાં લઈ ગયો છે. તેણીની ઉપર ભારે સંકટ આવ્યું છે. ધર્મના પ્રભાવે તથા તેના શીયળના પ્રભાવે ઊગરી જશે.
મનોવેગ વિદ્યાધર ગુફામાં લઈ જઈ કહે છે કે હે સુલોચને ! સાંભળ! તું મારાથી ડરીશ નહિ. હું તને દુઃખી કરવા લાવ્યો નથી. મારે બે વિદ્યા સાધવાની છે. તેમાં તારી સહાયની જરૂર છે. આ વિદ્યાઓ સાધવા માટે તારે મારી સામે નગ્ન થઈને ઊભા રહેવું પડશે. માટે હમણાં તું મારી સામે નગ્ન થઈને ઊભી રહે. તેથી કરીને હું વિદ્યાની સાધના કરવા લાગું, ને મારી તે બંને વિદ્યા સિદ્ધ થાય. એક વિદ્યા છે અમોધ, બીજી વિદ્યા છે મોહની તે વિદ્યા બાર દિન સાધતાં મને જરૂર સિદ્ધ થશે. હે માનિની ! તારે મારી સામે બરાબર બાર દિન નગ્ન રહેવું પડશે. ત્યાર પછી તને મારી પટ્ટરાણી બનાવીશ. પછી મનગમતા સંસારનાં સુખો ભોગવીશું.'
કાનને ન સંભળાય તેવી વાતો સાંભળી, મહાસતી મૃગસુંદરી મનમાં ઘણો ફ્લેશ પામી. ગુસ્સો પણ આવ્યો. છતાં ક્રોધને મનમાં દબાવી ધીરજ ધારણ કરીને, કહેવા લાગી - હે નરાધમ ! તારી મા બેનને લઈ આવ; અને નગ્ન કરી તારી સામે ઊભી રાખ. પછી નિરાંતે વિદ્યાને સાધ. પછી તેને રાણી બનાવી મનગમતા સુખો ભોગવ. સરળતાથી તારી મા બેન તને મળી જશે. રે નીચ ! મને અહીંયા શા માટે લઈ આવ્યો?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२६७