________________
જીરે યાત્રિક પરદેશી જતા, અને રહેવાતા બહુ ઠાણ; જીરે કુંવર નિહાળી નિશિ વસ્યા, જીરે કરવા તીર્થ વખાણ. જીરે ૩૧. જીરે સરોવર કુપક વાવડી, જીરે પીધા નિર્મળ નીર; જીરે ત્રીજે ખંડે તેમી, જીરે ઢાળ કહે શુભવીર જીરે કરી
૧-પાણો.
વૈવાગિરિએ - ઢાળ-૧૩:
ભાવાર્થ:
ઘણું ચાલવાથી થાકેલો કુમાર નિરાંતે નિદ્રાદેવીને ખોળે પોઢી રહ્યો છે. જ્યારે નિદ્રા પુરી થઈ, જાગ્યો, ત્યારે ઈષ્ટદેવને યાદ કરતો, બેઠો થયો. દેવાટવી સરોવરપાળ, તેની આસપાસ સુભટો સશસ્ત્રયુકત જોયાં. વળી થોડે દૂર હાથી ઘોડા આદિ વિશાળ 28દ્ધિ પણ જોવામાં આવી. બધાજ સુભટો મૌનપણે ઊભા હતા. રખેને કુમારની ઊંઘને ખલેલ ન પડે.
ત્યારપછી કુમારને જાગતો જોઈને, મુખ્ય સુભટ હતો તે કુમારની પાસે આવી બે હાથ જોડી કહેવા લાગ્યો. તે ભાગ્યશાળી ! આપ તો મહાપુણ્યશાળી છો. તમે ચિરકાળ જીવો.
અહીંયા જ્ઞાની ભગવંત કહે છે, કે હે ભવ્ય જીવો! જગતમાં જીવતાં જ પુણ્ય ઉપાર્જન કરો. અઢળક પુણ્યના પ્રભાવે પ્રાણીઓનાં દુઃખ અને દરિદ્ર બંને ચાલ્યા જાય છે. વળી મહાન પુણ્યના યોગે મનોવાંછિત પૂરા થાય છે. સુખ સાહાબી સામે ચઢીને આવે છે. પુણ્યવાનના પગલે નિધાન પુણ્યશાળી કુમાર જ્યાં જાય ત્યાં ઋદ્ધિ પામે છે. હે જગતના જીવો! તમે પણ ધર્મની આરાધના કરો. પુષ્ય ઉપાર્જન કરી અને પુણ્યના ફળરૂપે સુખને ભોગવો.
કુમાર તો વૃક્ષ નીચે બેઠા છે. સુભટો ચારે તરફ ખડે પગે ઊભા છે. મુખ્ય સુભટ કુમારની સાથે વાત કરે છે. બે હાથ જોડીને વિવેકવાણી વડે કુમારને કહે છે - અમે વૈતાઢ્ય પર્વતની શ્રેણીની નગરીમાં રહીએ છીએ. વૈતાઢ્ય પર્વતની શ્રેણીએ ઘણી નગરીઓ છે. પણ તેમાં અલકાપુરી સરખી કુસુમપુરી અને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૯૩