________________
કુંજોને, લતામંડપોને, નિહાળતો કયાં સુધી મધુવનમાં ફર્યા કર્યો.
ઉત્તમ પ્રકારનાં ફળોનાં વૃક્ષો પરથી મીઠાં તથા પાકાં ફળો ઊતારી સુધાને શાંત કરી. વળી આ વનમાં વિવિધ પ્રકારના પુષ્પોની મહેક આવતાં તે તરફ જતાં કુમારે ગુલાબ, ચંપો, જુદાજુદા પ્રકારના કમળો, કેતકી જાસુદ, માલતી વગેરે તથા જુદી જુદી વેલડીઓ, વૃક્ષ ઉપર જોયાં. સુગંધમયી પુષ્પો પાસે જતાં કુમારનું સ્વાગત કરતાં ન હોય તેમ લચી પડેલાં પુષ્પોના ભારથી ડાળીઓ શોભતી હતી. ફળો પુષ્પોની માદકતા જોતાં કુમાર એક વિશાળ શાખા પ્રશાખાથીયુકત મોટા વડલા પાસે જઈ પહોંચ્યો. વડલા ઉપર હંસ, મોર, પોપટ, સારિકા આદિ પક્ષી યુગલો પોતે પોતાના બાળકો સાથે પોતાનો માળો વસાવી ડાળીએ ઝૂલતાં હતા. તે પંખીકલરવને જોતાં કુમારનો મનમોરલો નાચી ઉઠયો. આ તીર્થભૂમિનું સ્પર્શન, વંદન, દર્શન કરી અનેક ભવોના પાપોનો ફૂરચો બોલાવી દીધો. ભૂમિ સ્પર્શનથી ઘણો આનંદ પામ્યો. વળી આગળ જતાં જાગતા અધિષ્ઠાયક ભૈરવનાથ દેવનું વિશાળ તેમજ ઘણું સુંદર મંદિર જોયું. જે તે દેવની માનતા માને, તેના મનોરથ પૂરા કરનાર દેવના મંદિરમાં પેઠો. દર્શન કરી બહાર આવ્યો. કંઈક યાત્રિકો તીર્થની યાત્રા કરવા આવનારા આ દેવના દર્શન કરી પછી યાત્રા કરતાં કે જે યાત્રા નિર્વિને પાર પડતી હતી.
- સોહામણા સૌંદર્યને નિહાળતો કુમાર તીર્થના વખાણ કરતો. કૂવા, તળાવ, સરોવર, વાડીઓના પાણી પીતો દિવસ પસાર કરી તે મંદિરનું સ્થાન બરાબર જોઈને ત્યાં રાત્રિ પસાર કરવા રોકાઈ ગયો.
આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે તેરમી ઢાળ કર્તાશ્રી શુભવીરવિજયે સુંદર વર્ણન સાથે પૂર્ણ કરી.
- દુહા -
વડતe હેઠે મુનિવસ, ચાર રહ્યા છે રાત; લધુવય યૌવન તપ કરે, ઉત્તમ ક્ષત્રિય જાત. // ચઉતાણી ગુરુ પાસથી, ભણિયા સવિ સિદ્ધાન્ત; કામ વિડંબન મૂકીયા, ઉપશમ શાંત પ્રશાંત. / . ચંદ્રકિરણ અમૃત ઝરે, ઉજળી પૂનમ રાત; દેખી શ્રાવક શ્રાવિકા, આવે તજી પરતાંત. . મુનિ વંદી ટોળે મળી, કરતાં ઉત્સવ ત્યાં;િ ચંદ્રશેખર તે સાંભળી, આવી રમત ઉત્સાહિ. ૪l.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૯૭