________________
સરોવર તીરે તિલક નામના વૃક્ષ હેઠે જે સૂતો હશે, જેના પગમાં ને હાથમાં બત્રીસ લક્ષણ લક્ષિત સાથે, વળી તેની ઉપર વૃક્ષની છાયા સ્થિર હશે. સૂર્યની દિશા ફરશે પણ છાયા ફરશે નહિ. તે નરપુરુષ છસો છત્રીસ કન્યાનો સ્વામી થશે. વળી ભૂચર પૃથ્વીતળનો મહાપુણ્યશાળી ક્ષત્રિયવંશી ત્રણ ખંડનો અધિપતિ છે. વિવેકનો ભંડાર તેની પાસે છે. તે નરપુંગવ મહારાજા, માગસર સુદ પાંચમના દિવસે દિવસની દસ ઘડી ગયે છતે (૪ કલાક) તે વનમાં જઈને જો જો. તે ક્ષત્રિયવંશી રાજકુમાર મળશે. તે જ દિવસે લગ્નનું મુહૂર્ત છે. આ પ્રમાણે કહી એ પુર્વધર વિદ્યાધર મુનિભગવંત તરત આકાશ માર્ગે વિહાર કરી ગયા. અગ્રેસર સુભટે કુમારને આ પ્રમાણે વાત કહી.
વળી સુભટ આગળ કહે છે. હે પરદેશી કુમાર ! તે બંને વિદ્યાધર રાજાઓ પોતાની કન્યાઓ સહિત અહીં દેવાટવીમાં આવીને વસ્યા છે. પુર્વધર મુનિભગવંતની વાત આજે સવિ મળી આવી છે. આજ માગસર સુદ પાંચમનો દિન છે. અમારા મહારાજાની આજ્ઞાથી અમે સહુ અહીં આવ્યા છીએ. હે સ્વામી ! આપ હવે તૈયાર થાઓ. એમ કહીને એક ઉત્તમજાતિનો ઘોડો સાથે લાવ્યા હતા તે કુમારની આગળ ધર્યો.
સુભટ આગળથી સઘળી વાત સાંભળીને કુમાર સુભટ આદિ સાથે ઘોડા ઉપર બેસીને ચાલ્યો. વધામણી આપવા એક સુભટ આગળ પહોંચી ગયો. બંને રાજાને વધામણી મળતાં તરત જ કુમારની સામે આવ્યા. વિવેકથી કુમારને વધાવ્યાં. મિલણાં થયાં. કુમારને લઈને જ્યાં પોતે પડાવ નાખીને રહ્યાં હતાં, ત્યાં સહુ આવ્યા.
દેવાવી જંગલમાં આજે મંગળના વાજાં વાગવા લાગ્યાં. પુર્વધર મુનિની વાતો યથાર્થ સત્ય થતાં લગ્નનો શુભદિન પણ આજનો હતો. તેથી ત્યાં વિદ્યાધર રાજાએ વિદ્યાના બળ થકી મહેલની સુંદર રચના કરી. લગ્નની તૈયારી થવા લાગી. કુમારને પણ જુદો મહેલ બનાવી ઊતારો આપી દીધો. તેમની સેવામાં ઘણાં દાસ-દાસીઓ પણ મૂકી દીધા.
જોતજોતામાં તો રાજમહેલના ચોગાનમાં લગ્નમંડપ તૈયાર થઈ ગયો. ભાતભાતથી ચીતરેલી ચોરી પણ ત્યાં મંડાઈ ગઈ. મહા મહોત્સવપૂર્વક તે દિનની રાત્રિએ રાજાએ પોતાની ૩૬ કન્યાઓને કુમારની સાથે પરણાવી.
૩૬ કન્યાઓમાં રસમંજરી અને ગુણમંજરી બંને વડેરી અગ્રેસર હતી. લગ્નના બીજા દિવસે માગસર-સુદ-૬ના રત્નસુલ અને કનકયુલના આગ્રહથી ભૂચરપતિ કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ૩૬ પત્નીઓ સાથે ગયા. વિદ્યાધરી કન્યાઓનો સ્વામી ખેચર નહિ પણ ભૂચર-માનવી રાજા છે. તે જાણી ઘણા વિદ્યાધરો ને વિદ્યાધરીઓ જોવા ટોળે મળી. ભેગી થયેલી ખેચરીઓ માંગલિક લગ્નનાં ગીતો ગાવા લાગી. સામૈયા સાથે, રાજાના જમાઈ રાજમહેલે પધાર્યા. જમાઈ ચંદ્રકુમાર અને રાજા આગળ રાજકચેરીએ વિવિધ પ્રકારના નાટકો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૯૫