________________
થયા. રાગ રંગથી રસભર ગીત વાજિંત્ર વાગતાં હતાં.
હવે કુમારને રહેવા માટે ચિત્ર વિચિત્ર ચિત્રામણવાળો રાજમહેલ આપ્યો. દાસ-દાસીઓ પણ ઘણી સેવામાં મૂકાઈ ગયાં. ત્યાં પણ વિવિધ પ્રકારના નાટકો ગીતો જોતાં કુમારના દિવસો સુખમાં જવા લાગ્યાં.
પરમાત્માનું શાસન પામેલા ચંદ્રકુમાર ત્યાં પણ રહ્ય જિનચૈત્યોમાં જઈ અરિહંત પરમાત્માની ભકિત કરે છે. ભોગ વિલાસની સામગ્રી અઢળક મળવા છતાં વિવેકી આત્મા સદા જાગ્રત હોય છે. કુમાર ત્યાંથી જ્યાં જ્યાં શાશ્વત જિનમંદિરો રહેલા છે, ત્યાંની યાત્રા કરવા, દર્શન પૂજન અર્થે જવાનું ચૂકતા નથી.
ચંદ્રકુમાર ભવ્ય ભુવનમાં જાણે મહિલા ભુવનમાં ન વસતો હોય તેમ સાતસો રમણીઓ સાથે રહ્યો છે. બુદ્ધિશાળી કુમાર જુદીજુદી યોજનાપૂર્વક રમણીઓ સાથે રમતાં, વનમાં જળક્રીડા આદિમાં રમવા પણ જાય છે.
કુમાર કેટલીક સ્ત્રીઓ સાથે વનક્રિીડા કરવા જાય. કેટલીક સ્ત્રીઓ સાથે તીર્થયાત્રા માટે જાય છે. વળી કુમાર નંદીશ્વરદ્વીપની યાત્રા રસમંજરી તથા ગુણમંજરી આદિ સ્ત્રીઓના વૃંદ સાથે કરવા જાય છે. ત્યાં જઈને શાશ્વતા ચૈત્યો વાંદતાં ઘણો આનંદ થયો. વિદ્યાધરનગરીમાં વસતા કુમારને યાત્રાનો અવસર મળતાં મેરૂ પર્વત ઉપર રહેલા જિનચૈત્યોને પણ જુહારવા જઈ ચડ્યો. જ્યાં જ્યાં જવાનું કુમારનું મન થાય ત્યાં ત્યાં રત્નચૂલ અને કનકચુલ બંને બાંધવો પ્રેમથી લઈ જતાં. કુમારની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા.
- બંને સસરાએ કુમારને વિવિધ પ્રકારની વિદ્યાઓ પણ આપી. જેવી કે પશુઓને માનવ બનાવે. માનવમાંથી પશુ બનાવે. પરવિદ્યા છેદન, એમ વિધવિધ પ્રકારની એક હજાર વિદ્યા શીખવાડી.
હવે કુમારે દેશાટન જવાની વાત કરી. પોતાની સ્ત્રીઓને ત્યાં સસરાને ઘરે મૂકી એકલા જવાની વાત કરી. રજા મળતાં કુમાર ત્યાંથી ચાલી નીકળ્યો. પંચતીર્થની યાત્રા કરવા ચંદ્રકુમારનું મન હતું તેથી વૈતાઢ્ય પરથી ઊતરીને સીધો જ પંચતીર્થની યાત્રાએ ચાલ્યો.
સમેતશિખર પર આવ્યો. ભાવે વીસ તીર્થંકર પરમાત્માની પડિમાને જુહારી, વાંદી, પૂજા અર્ચા કરીને, પરમાત્માની અપૂર્વ ભકિત સ્તુતિ કરી. ત્યાર પછી સમેતશિખરના પર્વતોની હારમાળાને જોતો, મધુવનમાં આવ્યો. મધુવનના રમ્ય ઉદ્યાન, નંદનવન સરખાં મધુવનને જોતો કુમાર આગળ ચાલ્યો. વળી ત્યાં જોવાલાયક કુદરતી સૌંદર્ય નદી-નાળા, સરોવર જોતાં સીતાનળને જોતાં વધારે આશ્ચર્ય પામ્યો. મધુવનમાં વૃક્ષો-સીતાફળ, દાડમ, જાંબુડી, ફણસ, લીંબુડી, રાયણ, આંબો, કેળના વૃક્ષો બીજા પણ સુગંધિ ફુલનાં વૃક્ષો જોયાં. વળી આગળ જતાં રામફળ-જામફળ-અંજીર-નારંગી, કરમડાં, ખારેક, બોરડી જોતાં કુમારના નયનો ઠરી ગયા. આવા વિવિધ વૃક્ષોથી શોભતા મધુવનના ઉદ્યાનમાં ફરતો કુમાર આનંદ વિભોર બની ગયો. મધુવનની ગલીઓ, કેડીઓ,
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
થી ઉપર ઘણી શા)
૨૯૬