________________
મધુભટ - હે રાજકુંવર ! આ વછેરો બ્રાહ્મણને દક્ષિણામાં આપી દો તમને પુણ્ય ઘણુ થશે. કુંવર કહે - હે મધુભટ ! વાત તમારી સાચી. તમારી ભેંસ મને આપો તો વછેરો તમને આપી દઉ.
બ્રાહ્મણ મધુભટ લાદમાં રૂપિયા દેખી લોભાઈ ગયો. પોતાની ભેંસ મણ દૂધ આપતી હતી. તેના ઉપર આજીવિકા ચાલતી હતી. તે ભેંસ (સ્ત્રીને) ઘરની બહાર કાઢી, કુમારને આપી. વછેરો ઘરમાં લાવીને બાંધ્યો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી બંને વછેરાની સેવા કરવા લાગ્યાં. વછેરાને ખાવામાં દાણા, ઘાસ વગેરે ઘણું આપ્યું. દિવસભર તેની સેવા કરી. વછેરો પણ ઘણું ખાવાથી તરત લાદ પાડવા લાગ્યો. લાદ જોતાં રૂપિયાની તપાસ કરવા લાગ્યો. પણ લાદમાં રૂપિયા નીકળે ખરા ? બિચારો ઓછી બુદ્ધિવાળો બ્રાહ્મણ ઊંઘ (ભેંસ) વેચી, ઉજાગરો (વછેરો) લીધો. આજીવિકા ગઈ. ઘરમાં ખાવાના ફાં ફાં પડવા લાગ્યા. બિચારો મધુભટ ભેંસને આપી દેતા દુ:ખી દુ:ખી થઈ ગયો. ગરીબ પણ થઈ ગયો.
તે માટે સ્ત્રીને પ્રેમથી રાખવી. અને તેમાં જ પુરુષની જગતમાં શોભા છે. ગુરુના વચનો સ્થિર મન કરીને સાંભળતો ચંદ્રકુમાર ધર્મને સાધતો ગુરુને વંદન કરીને ત્યાંથી આગળ ચાલ્યો. નદીના કિનારે કિનારે જતો કુમાર વૃક્ષની ઘટાને જોતો. વળી આગળ જતાં વન ઉદ્યાન જોતો ચાલ્યો જાય છે. નદીનો કિનારો છોડી જંગલમાં જતી કેડીએ આગળ વધ્યો. ગીચવનમાં વૃક્ષોની હારમાળાઓ પંખીડાનો કલરવ સુણતાં કુમારે વળી આગળ જતાં રાયણનું વૃક્ષ જોયું. તેની ઉપર મીઠાં મધુરાં રાયણનાં ફળોથી ઝુકતું હતું. રાયણનાં મીઠાં ફળને આરોગ્યાં. ત્યાં જ દૂર એક વાંસના વૃક્ષની ડાળી પર લટકતી તલવાર જોઈ.
જે તલવારની મૂઠ (પકડ) રત્ન જડેલી સોનાની હતી. વળી લાંબી લાંબી જાણે સાપની નારી ન હોય તેવી હતી. તલવાર જોતાં જ કુંવર મનમાં વિચારવા લાગ્યો. તલવાર કોની હશે ? ભયંકર વનમાં કોઈક વિદ્યાધરની હશે અથવા તલવારને વનમાં આ વૃક્ષ ઉપર મુકીને જંગલમાં સૈનિક ગયો લાગે છે ? આ પ્રમાણે વિચારતાં કુમા૨ે તલવારના માલિકની શોધ કરી, વનવૃક્ષની ચારે તરફ ફરતાં શોધ કરી. પણ કોઈ સુભટ કે વિદ્યાધર દેખાયો નહિ. કુમાર વળી લટકતી તલવારવાળા વૃક્ષ પાસે આવી ડાળીએથી તલવાર ઊતારી જોવા લાગ્યો. જાણે મોતીનો હાર ન હોય તેવી દીસતી હતી. સાહસિક ચંદ્રકુમારે તરત જ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. આંખ અંજાઈ જાય તેવી ઝગમગતી હતી. વળી તે તલવાર જોતાં જાણે સફેદ જલની ધારા ન હોય તેવી કુમારના હાથમાં શોભતી હતી.
અતસીની પુષ્પની પ્રભા સરખી, જાણે દૂર કોઈ વીજળી ચમકતી ન હોય, તેવી તલવાર ઝગારા મારતી હતી. હાથમાં રહેલી તલવારને જોતાં કુમાર અચંબો પામ્યો. કુમારે પરીક્ષા કરવા માટે નજીકના ગીચ અને ઘણા વાંસના મૂળિયા પાસે ગયો. મૂળપાસે ઘણાં બધા વાંસ ભેગા થઈ ગયેલા મોટા થયા હતા. આ વાંસના વૃક્ષો ચારે બાજુથી વેલડીઓ, નાના છોડવા ને ગુલ્મોથી, વીંટળાયેલા હતા. તેને છેદવા માટે એક આસનેથી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२७८