________________
મgવનમાં -: ઢાળ-૧ર :
ભાવાર્થ
ચંદ્રકુમારને આશ્ચર્યનો પાર નથી. બાળાની મૂળથકી વાત સાંભળવા ઉત્સુક થયો.
બાળા મધુરવચનો, અમૃત સરખી વાણી વડે કહેવા લાગી - હે નરોત્તમ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીએ વિદ્યાપુર નામે નગર છે. વિદ્યાધરોનો રાજા હરિબળ નામે ત્યાં રાજ્ય કરે છે. જાતિ અને કુળ થકી બંને પક્ષે તે ઉજળો છે.
જ્ઞાની કહે છે તે સાહેબા ! મનગમતાનો મેળો થવો અતિદુર્લભ છે. પણ ભાગ્યના વશ થકી મળવાનો અવસર પ્રાપ્ત થયો છે, તે પણ એક પુણ્યની નિશાની છે.
હે નરવીર ! ગુણોના ભંડાર ભરેલી પેટી સમ ગુણાવળી' નામે (તે રાજાને) રાણી હતી. રાજાને પરિવારમાં બે કુંવર અને આઠ કુંવરી હતી. વિધાતાએ જાણે આઠેય સિદ્ધિજ વહેંચીને ન બનાવી હોય? તેવી તે કન્યાઓ શોભતી હતી. સૃષ્ટિના સર્જનહારે એકાંતે બેસીને નિરાંતની પળે આ વિદ્યાધર બાળાઓને ઘડી હોય તેવી હતી. કમળ સમ જ્યારે પણ બોલે ત્યારે, જાણે ફુલ ખરતાં હોય તેવું લાગતું હતું. અમૃત ભરેલા કચોળા જેવાં તો નયનો હતાં. પહેલી બાળા તો જાણે પૂર્વ દિશા સમ શોભતી હતી. તેણીનીનું નામ ચંપકમાળા. બીજી સાતે સાત દિશા સરખી ભાસતી હતી. ચાર દિશા-ચારવિદિશાને શોભાવતી આઠેય બાળાઓ રાજારાણીના મનને આનંદ પમાડતી હતી.
વળી ચતુરગતિ નામના વિદ્યાધર રાજાને ચોવીસ બાળા હતી તે તો જાણે મોહ નગરની રાજધાની સરખી હતી. શ્રીપુર નગરના ગગનગતિ નામના વિદ્યાધર રાજાની પણ ચોવીસ વિદ્યાધર કન્યાઓ હતી. જિતારી રાજાને પણ આઠ કન્યા હતી. જેમાં હું ચંદ્રા નામે તેમની કન્યા. સૌથી મોટી છું. અમે ચોસઠ બાળાઓ મિત્રતાના દાવથી ગાઢ સ્નેહવાળી બની. અમે એકબીજા વિના રહી શકતી નથી. અમારી ચોસઠ સાહેલીઓની એક ટોળી જામી. સાથે રમીએ, ફરીએ, જમીએ છીએ અને આનંદ કિલ્લોલ કરતી અમારી જીંદગી સુખરૂપ જાય છે. ચોસઠકળાની માફક અમે સાથે જ રહીએ છીએ.
અમારા ચોસઠમાં જે વડેરી ચંપકમાળા એકદા કહેવા લાગી - સખીઓ! સાંભળો ! આપણે સહુ યૌવનવયમાં પ્રવેશ કર્યો છે. બાળપણથી જ આપણે સઘળી સાહેલીઓ સ્નેહપાશથી બંધાયા છીએ, કે એકબીજા વિના રહી શકતી નથી. આપણા વચ્ચે પ્રેમની સાંકળ બંધાઈ ગઈ છે. કેમેય છુટી કરી શકાય તેમ નથી. પણ હવે તો આપણા માતા પિતા જુદાજુદા સ્થાને વરને શોધીને પરણાવશે. આ રીતે પરણવાથી ભવિષ્યમાં આપણો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૮૫