________________
કાઢી મૂકી તો, સાક્ષાત્ લક્ષ્મીને કાઢી મૂકી બરાબર છે. ત્યારપછી તે પુરુષો કયારેય સુખ પામતા નથી. અને ઘરનાં આંગણે વિષની વેલડી વાવે છે.
સંસારમાં બળતા જીવોને શાંતિ વિશ્રામના ત્રણ સ્થાન છે. ગુણવાન સ્ત્રી, પુત્રાદી પરિવાર અને સજજનોની માયા. વળી ચોવીસ કલાક ઘરમાં સ્ત્રી રહેતાં ઘરની ચિંતા પુરુષોને રહેતી નથી. સો સો નોકર ચાકરો સેવા કરવા છતાં, પણ પોતાના માની, પોતાની ચિંતા, પોતાની સ્ત્રી જ કરે છે. બીજા કોઈ નહિ.
જગતમાં સ્ત્રીઓ દુર્લભ છે. તેનામાં ત્રણ ગુણ મોટા છે. નારી થકી પુત્રની ઉત્પત્તિ, ઘરનો બધો જ ભાર ઉઠાવે, પતિ મરતાં તેની સાથે ભેગી જ અગ્નિસ્નાન કરે. આ પ્રકારના સમર્પણ ભાવે રહેતી સ્ત્રીને શી રીતે દુભાવાય ? કયારેય સ્ત્રીને દુભવવી નહી.
વળી સ્વામીને સ્વાદિષ્ટ સુંદર ભોજન જમાડે કયારેક પોતે લુખ્ખું જમી લે. પણ પતિને તો સારું ભોજન કરાવે. સુખમાં સાથે રહે, અને દુઃખની વેળા આવે તો મિત્ર બની મિત્રતાના દાવથી કયારેય દૂર જાય નહીં. સંસારમાં નારીને શ્રેષ્ઠ ગણી છે. તેવી સ્ત્રીઓના દિલ દુભાવતાં પુત્ર સંતાનની પ્રાપ્તી થતી નથી. ધંધા વેપારમાં તે પુરુષો કયારેય લાભ મેળવી શકતા નથી. અને છેવટે દરિદ્રપણું ભોગવે છે. વળી વેર મોટું બાંધતા ભવોભવ દુઃખ ભોગવે છે.
ભગવાન મહાવીરસ્વામીને પૂર્વનું વેર સંભારીને વ્યંતરીએ જટામાં જળભરી કકડતી ઠંડીમાં પ્રભુ ઉપર છાંટતી હતી. જે પુરુષો બીજા ઘરે ભટકતાં જ રહે છે, તેનાં ધનની હાનિ થાય છે. સ્ત્રી પણ વંઠી જાય. વિષમવેળા આવી ઊભી રહે.
એક ગામમાં રાજાને ઘરે એક કુંવર હતો. કોઈ એક ખચ્ચર ઘોડીના સંયોગથી એક વછેરો થયો હતો. તે વછેરો આ કુંવરે પોતાના આંગણામાં બાંધ્યો. તે વછેરાનું નામ ઉજાગરો હતું. આંગણે બાંધેલા તે ઉજાગરાને કુંવર ખાવાપીવાનું બધુ જ આપે. તે જ ગામમાં મધુભટ નામે બ્રાહ્મણ હતો. પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના આંગણે ઊંઘ નામે એક ભેંસ હતી. આ ભેંસ સવાર સાંજ થઈને એક મણ દૂધ આપતી. ભેંસના દૂધમાંથી ધી બનાવીને બજારમાં ઘી, દૂધ, દહીં વગેરે વેચી બ્રાહ્મણ પોતાની આજીવિકા ચલાવતો હતો.
એક દિવસ આ બ્રાહ્મણ થી લઈને રાજદરબારે વેચવા માટે પહોંચ્યો. કુંવરે ઘી લીધું. મધુભટ ઘીના પૈસા માંગવા લાગ્યો. કુંવર થી લઈને મેડીએ ચડ્યો. પૈસા માંગતા બ્રાહ્મણને મેડી ઉપરથી પૈસા નાંખ્યા. એ પૈસા નીચે બાંધેલા વછેરાના છાણમાં પડ્યા. તેમાંથી વીણીને કુંવરે બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણની નજરે છાણમાંથી પૈસા લેતો કુંવરને જોયો. તેથી તરત જ કુંવરને પૂછવા લાગ્યો કે ઘોડાની લાદમાં રૂપિયા છે ?
કુંવર - હા ! દ્વિજવર મારા ઘોડાની લાદ તો રૂપિયામય છે. મને તેમાંથી રૂપિયા મળે છે. આ વછેરાના ભાગ્યથી અમે ધનવાન થયા છીએ. આ વછેરો બહુ ભાગ્યશાળી છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२७७