________________
દૈવી ખટા
-: ઢાળ - ૧૧ -
ભાવાર્થ -
વન ઉદ્યાનમાં મૃગસુંદરી સાથે વાતો કરતો કુમાર સુંદરીના મનને આનંદ ઉપજાવવા મોર લેવા ગયો. મોરે નદીમાં નાંખ્યો. મથુરા નગરીના બહાર, ઉદ્યાનમાં મુનિભગવંતની દેશનાને અંતે પ્રશ્ન કરે છે.
કુમાર - હે ભગવંત! તે મોર કોણ? જેણે મને ગગનમાં ઉડાડ્યો, નદીમાં નાંખ્યો, મોર કેવો? જેના પીંછાં સોનાના છે, અને તે ઝગારા મારે છે. આ લટકારો મોર કઈ ગતિનો છે? તેને જોતાં હું વિસ્મય પામ્યો. વિસ્મયની વાત મારાથી ભૂલાતી નથી. ચતુર હોય અને જો આ મોર જોયો હોય તો તે મધુર રસવાળા ફળરૂપી
ઔષધ સમજી મુખમાંજ ઓગાળે. હે ગુરુદેવ! પત્નીના કહેવાથી તેને લેવા માટે ગયો. પણ તે તો દૂર ભાગતો હતો. મેં ઝડપથી તેને પકડી લીધો. હું તેની પીઠ પર ચઢી બેઠો. મને ઘડી બે ઘડી આકાશમાં ફેરવી, નદીમાં નાંખ્યો. પછી તો તે મને જોવામાં ન આવ્યો. તો તે મોર કોણ?
જ્ઞાનગુરુ - હે કુમાર ! આજથી તારા પૂર્વભવના તેરમા ભવમાં સુરપુર નગરમાં રહેતો તું વસુદેવ નામે મહાસુખી મોટો શેઠ હતો. તારે ચાર પત્નીઓ હતી. ચારેય પત્નીમાં હે કુમાર ! તને ત્રણ માનીતી હતી,
જ્યારે એક અળખામણી હતી. તે અણમાનીતી પત્નીને તું કયારેય નજરે જોતો નહોતો. તે પણ તારા આવા પ્રકારના વર્તનથી બિચારી દુઃખીયારી તારાથી તે ઘણીજ દૂર રહેતી હતી. તે અણમાનીતી સ્ત્રી તારા વિરહની વેદનાને સહન કરતી, તપ જપ કરતી હતી. વળી ઘણા કણે સહન કરી મૃત્યુ પામી. ઘણા ભવો ભમીને તારી
સ્ત્રી વ્યંતરી થઈ. તે તારા તેરમા ભવથી લઈને તને ભવોભવ હેરાન કરતી હતી. હે રાજકુમાર ! વધારે કહેવાથી શું? આકાશ માર્ગે જતી તેણે મૃગસુંદરી સાથે તને બેઠેલો જોઈ. પૂર્વના સંસ્કાર વેરના, તે યાદ આવતાં, તે વેરને સંભારતી, ખેદથી દુઃખી થવા લાગી. ત્યાં તેણે મોરનું રૂપ ધારણ કરીને તારું અપહરણ કરી નદીમાં નાખ્યો. તારી ઉપર વેરના ભાવે ખેદ ભરેલી તે વ્યંતરદેવી તને હણી નાંખવા માટે વિચારતી હતી, પણ તારા પ્રબળ પુણ્યના ઉદયે તું બચી ગયો.
હે ભવ્ય જીવો ! તમે બધા સાંભળો, સંસારમાં રહેલા તમે સહુ તમારા ઘરમાં તમારી સ્ત્રી સાથે કલેશકંકાશ કરશો નહીં.
જો તમે સુખશાંતિને ઈચ્છતા હો, વળી સંતતિ-સંતાનની તથા લક્ષ્મીની ઘરમાં જરૂર હોય તો, તે લક્ષ્મી રૂપી સ્ત્રી જ છે. પુરુષની સ્ત્રી સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર છે. માટે સમજુ જીવો કયારેય સ્ત્રીને રીસ ચઢે કે રીસાય જાય તેવો વર્તાવ કરતા નહીં. સ્ત્રીને દુભાવીને ઘરની બહાર કયારેય ન કાઢવી. સ્ત્રીને જો ઘરની બહાર
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૦૬