________________
સાંભળી. વસા વસતો વેગળી ગઈ. પણ હૈયામાં વિષમ વજઘાત પડ્યો. તે સહન ન થઈ શકે તેવો હતો. હવે શું કરવું? ખરેખર આ જગતમાં વિયોગની ઘડી ખુબ જ દુઃખદાયક છે. વેધક પણ આ વિયોગને સહન કરી શકતો નથી. તો કુમારની શી વાત કરવી ? વિયોગી વિયોગને સહન કરતાં વન વન જંગલ જંગલ ભટકયા કરે છે. તો પણ જો વિરહ ન સહન કરી શકે તો વળી ઝપાપાત કરી જીવન પૂરું કરી નાખે છે.
વળી જેમ કે એક જંગલમાં કોઈ એક વૃક્ષ પર ચકલો ચકલી માળો બાંધી રહેતાં હતાં. બંને આનંદપૂર્વક વનના ફળો ખાતાં, ઝરણાંના પાણી પીતાં, પોતાનું જીવન વિતાવતાં હતાં. ઉનાળાના દિવસો આવ્યા. વૈશાખ મહિનાનો સૂર્ય ધોમધખતો હતો. કાળઝાર ગરમીએ વનનાં વૃક્ષોને બાળી નાખ્યાં. આ ચકલો ચકલી પણ પાણીના તરસ્યા થયા. બંને વચ્ચે પ્રીતિ એવી હતી કે, એકબીજાથી વિખૂટા પડવા તૈયાર ન હતાં. તરસને સહન કરતાં દિવસ પૂરો થયો. પાણી વિના રાત પણ પૂરી કરી. સવાર થતાં વાદળ થકી ઠાર પડ્યો તે વખતે વૃક્ષના પાંદડાં ઉપર ઠારના બિંદુઓ પડવા લાગ્યાં. તે જોઈને પ્રેમી પંખીડાં એકબીજાને કહેવા લાગ્યાં, તું પાણી પી ! તું પાણી પી ! ઝાકળનું બિંદુ રાહ જુએ ખરું? પવનની લહેર આવતાં પાણીનું બિંદુ ખરી ગયું. બંને તરસ્યા રહ્યા. બંને તરસને લઈને પ્રેમી યુગલ પંખીડાં મરણને શરણ થયાં. એ પણ સ્ત્રીપુરુષનો પાણીને નિમિત્તથી વિયોગ થયો.
વળી ઈન્દ્રાણી રિસાઈ હોય તો ઈન્દ્ર પણ તેનો વિયોગ સહન કરતો નથી. અનેક પ્રકારનાં લોભની લાલચ આપીને પણ, ઈન્દ્ર તરત જ ઈન્દ્રાણીને મનાવી લે છે.
આ પ્રમાણે વિચારતો કુમાર વળી આગળ વિચારે છે કે ખરેખર ! મારા જેવાને તો રણ-વનમાં રઝડતાં બહુમૂલ્ય રત્ન મળ્યું. પણ હું સાચવી ન શકયો. ગરીબ બિચારા બાપડાંને ત્યાં આવેલ રત્ન ટકે ખરું ! ન જ ટકે! મેં તેને સાચવ્યું નહિ. તેનું જતન ન કર્યું. પિતાને ઘરે સોંપી હું નીકળી ગયો. કહ્યું છે કે, ભોજન-શધ્યાઆસન-ધન-રાજ્ય-રમણી(સ્ત્રી) અને (રહેવાનું) ઘર આ સાતને કયારેય સૂનાં ન મૂકવાં. જો સૂના મુકયા તો તેના માલિક બીજા થઈ જાય છે. રાજદરબારેથી નીકળીને કુમાર આ પ્રમાણે વિચારતો પોતાના આવાસે આવ્યો. રે બિચારી! કયાં હશે? રે મેં મૂરખે તેની સારસંભાળ ન રાખી. વનચરની જેમ ઉછરેલી તે વનિતા કેટલી મહેનતે મનુષ્યોની સહવાસિની થઈ હતી. મારી સાથે ન રાખી તો તેની આવી દશા થઈ. મહેલના પગથિયાં ચડી મદનમંજરી પાસે આવી ઊભો. મુખ ઉપરની ઉદાસીનતા છાની ન રહી.
મદનસુંદરીએ પણ આ ઉદાસીનતા પામતાં જ પૂછી લીધું. મદનસુંદરી - સ્વામિ! કુમાર - દેવી ! સુંદરી - આપ ઉદાસ કેમ દેખાવ છો?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२६६