________________
આ અવસરે નગર બહાર રહેલા મનોરમ નામના મનોહર ઉદ્યાનમાં કેવલજ્ઞાની મુનિ ભગવંત શ્રી દિમસાર ભગવંત વિહાર કરતા આવી સમોસર્યા. વનપાલકે વધામણી આપી. વધામણીમાં દ્રવ્ય આપી રાજી કરી વનપાલકને વિદાય કર્યો.
હર્ષ પામેલો રાજા, રાજપરિવાર સાથે, કેવળી ભગવંતને વંદન કરવા માટે ઉલ્લાસભેર મનોરમ ઉદ્યાનમાં આવ્યો. રત્નસાર મંત્રી પણ સાથે આવ્યા છે. યથાવિધિ વંદન કરી સૌ ઉચિત સ્થાને દેશના સાંભળવા બેઠા. આનંદની અવધિ રહી નથી. રાજા બે કરજોડી મુનિ ભગવંતની દેશના સાંભળવા ઉત્સુક બન્યો.
યોગ્ય જીવ જાણીને કેવળી ભગવંતે અમૃત ઝરતી મધુર વાણીએ દેશના આપી. તે દેશના સાંભળતાં જીવોને સંસારની અસારતા સમજાઈ. દેશનાને અંતે રાજા, ગુરુ ભગવંતને વંદન કરી નગરમાં પાછો ફર્યો. નગરજનો પણ પોતાના ઘરે આવ્યા. મોહના ઝેર ઊતરી ગયા છે એવો રાજા મહેલે આવ્યો. પરિવારને વાત કરી. પદ્માવતી પણ વાત સાંભળી રાજા સાથે ચારિત્ર લેવા તૈયાર થઈ. રત્નસાર તો તૈયાર જ હતાં.
પુત્ર ધર્મસેનને ગાદીએ બેસાડ્યો. રાજ્યનો ભાર પુત્ર સહિત મંત્રીઓને સોંપી રાજા, મંત્રી, પદ્માવતી અને બીજા પણ ઘણા બધા સાથે દીક્ષા લેવા તત્પર થયા. દીક્ષા મહોત્સવ ઉજવી સૌએ ગુરુ દમસાર કેવલી પાસે ચારિત્ર અંગીકાર કરી. પળવારમાં સંસારના સ્વાંગ ઊતરી ગયા. આગાર માટી અણગાર બન્યા.
સિંહની જેમ ચારિત્ર્યને પાળતા ત્રણેય સંયમધર આત્માઓ જ્ઞાન અને ક્રિયાના પરમ અર્થી, તપ સાધનામાં પણ મોખરે હતા. ગુરુકુળવાસમાં ચારિત્ર્યની આરાધના કરતાં મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરી, અચુત નામના બારમા દેવલોકમાં અવતર્યા. ત્રણેય પુણ્યશાળી આત્માએ ત્યાં પણ પરમાત્માની ભકિત કરી. ત્યાંથી માનવભવ લઈને એકાવતારી આ ત્રણ પુણ્ય મહાત્માઓ સંયમની આરાધના કરી, સકલ કર્મનો ક્ષય કરી સિદ્ધિપદ પામશે.
ભરૂચ નગરના ઉદ્યાનમાં પૂર્વધર વિજયસેન સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ચરિત્ર નાયક ચંદ્રશેખર કુમાર તથા ભૃગુનગરના રાજા ભૃગુ તથા નગરજનો ઘણો આનંદ પામ્યા. સમકિત મુલ બાર વ્રતનાં સ્વરૂપને સાંભળી તેમાંયે વળી દાનાદિક ગુરુભકિતની વાત સમજતાં ચંદ્રકુમારે, ચિત્રસેન પદ્માવતીની કથા સાંભળી.
ગુરુભકિતભાવથી કુમાર સૂરીશ્વરજી આદિ મુનિ ભગવંતોને પોતાના મહેલે લઈ આવ્યો. રાજા તથા કુમારે ગુરુભકિતમાં મન લગાવી, ભાવપુર્વક વિવિધ પ્રકારની ભકિત કરી. વળી વિવેકી કુમાર સૂરીપુંગવને ઉદ્યાન સુધી મૂકી પણ આવ્યા. સસરાને ઘરે મદનમંજરીની સાથે રહેતા, ધર્મને કરતાં સુખમાં દિવસો વિતાવે છે.
વળી એકદા રાજદરબારે રાજા, મંત્રી, કુમાર આદિ સૌ બેઠા છે. ત્યાં એક પરદેશી માણસ દોડતો આવી, રાજાને ચરણે પડ્યો. કુમારની સામે બે હાથ જોડી ઊભો રહ્યો. રાજાની આજ્ઞા મળતાં પરદેશી કહેવા લાગ્યો. હે રાજનું! હે સૂર્યવત્ પ્રતાપી ચંદ્રશેખર કુમાર! હું પદ્મપુરથી આવું છું. હું પધરથ રાજાનો સેવક
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२१२