________________
રાખીને વાત સાંભળવા લાગ્યો. જે મેં સાંભળી તે કહું છું. દેવીના પૂછવાથી દેવ કહેતા હતાં કે, નીચે સૂતેલો જે કુમાર છે. તેને રાજ મળશે પણ, અતિવિષમ રીતે મળશે. બચપણમાં કુમારના કુવ્યવહારથી રાજાએ કાઢી મૂક્યો. પુત્રના વિરહમાં માતા મૃત્યુ પામી. રાજાએ બીજા લગ્ન કર્યા. નવી રાણી આવતા જુની રાણીને ભૂલી ગયો. નવી રાણીના વચનથી નવી રાણીના પુત્રને રાજ્ય આપવા, બંધાઈ ગયો. ત્યાં તમારી આવવાની વાત જાણી. આપની નવી માતાએ આપના પિતાને વચનથી બાંધવા માટે કહ્યું તમારો મોટો પુત્ર આવશે તો મારા પુત્રને રાજ નહીં આપો ને? રાજાએ કહ્યું કે તારા પુત્રને રાજ્ય આપીશ. નવી મા કહે છે પણ જ્યાં સુધી તે ચિત્રસેન જીવતો હશે, તો તમે કેવી રીતે આપશો? તે કરતાં ચિત્રસેન અહીં આવે તો તેને મારી નાંખવો. તેથી ચિંતા ન રહે. રાજા રાણી મળીને, તમને મારી નાંખવાના ઉપાયો વિચાર્યા. જે ઉપાયો માટે હવે આગળ ન પૂછો, રાજનું! હે મિત્ર! આગળ ન પૂછો ! જો પૂછશો તો તમારી સામે તમારો આ મિત્ર ઊભો નહીં રહે બબ્બે વિપરીત જોવા મળશે. પણ આ તો રાજહઠ.
રાજા કહે - જે થવાનું હોય તે ભલે થાય, પણ સાચી વાત કહે.
રત્નસાર - રાજ! તે દેવ કહે કુમારની ઉપર ચાર અવળીરૂપ ચાર મહાસંકટો આવશે. મેં તે ચારેય આવળી સાંભળી પછી તે દેવીએ કહયું. તેને શી રીતે બચાવવો?
ત્યારે દેવે કહ્યું - કુમારનો મિત્ર સાવધાન થઈને તે ચાર આવળીરૂપ ચારેય આફતોમાંથી કુમારને બચાવી લેશે. પછી રાજ્યને ભોગવશે. કુમારની મા જતાં પિતા વેરી થયો. પહેલી આવળીમાં ઘોડાની વિપરીતતાની વાત કરી અને પછી યુક્તિથી રાજનું ત્યાં તમને બચાવી લીધા.
આટલી વાત કરતાં અને સાંભળતાં રત્નસાર ઘુટી સુધી પત્થરનો થયો. રાજા રાણી બંને જોઈ રહ્યા છે રત્નસારે બીજી આવળી દરવાજાની કહી. તે સાંભળતાં ને કહેતાં રત્નસાર કમર સુધી પત્થરનો થયો. કમર સુધી મિત્રની દશા પત્થરની જોયા છતાં રાજાએ હઠ ન મૂકી. આગળ ત્રીજી આવળીની વાત પૂછી. ત્રીજી ઝેરથી મિશ્રિત લાડવાની વાત કરી. ત્યાં તો રત્નસાર ગળા સુધી પત્થરનો થયો. તો યે રાજાએ હઠ ન મૂકી. ચોથી આવળી સર્પના દંશની વાત કરતાં તેમાંથી તમને બચાવવા તલવાર વડે સર્પને હણ્યો. લોહીના છાંટાને સાફ કરતા આપ જાગી ગયા. બસ ત્યાં તો મિત્ર રત્નસાર પૂરેપૂરો પત્થરનો થયો. સંપૂર્ણ પાષાણમયી મિત્રને જોતાં જ રાજા મૂચ્છિત થઈ, ત્યાં ધરણી ઉપર ઢળી ગયો. રાણીના તે મહેલમાં સૌ દાસી વર્ગ જાગી ગયો. સૌ ત્યાં ભેગાં થઈ ગયાં. પદ્માવતીએ કંઈક ઉપાય કરતાં રાજાની મૂછ દૂર કરી. ભાનમાં આવતા ચિત્રસેન રાજા લમણે હાથ દઈને મિત્રને ગુમાવ્યાનો શોક ધરતો, મોટે મોટે થી રડવા લાગ્યો. મિત્રના ગુણો સાંભરતો, રડતો, રાજન બોલી રહ્યા છે હવે મારા મિત્ર વિના આ રાજ્યને હું શું કરું? રાંડ્યા પછી ડહાપણ શા કામનું? તે આનું નામ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૫૫